ભારતીય સેનાની સૌથી મોટી સફળતા, સૌથી ખતરનાક મિસાઇલનું બંગાળ ખાડીમાં સફળ પરીક્ષણ કર્યુ…

આપણા ભારત દેશ દ્વારા સૌથી વધુ ખતરનાક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરિક્ષન મંગળવારનાં રોજ બંગાળની ખાડીમાં INS રણવિજયએ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી હતી. તે મિસાઈલએ અંડમાન-નિકોબારનાં એક વેરાન ટાપૂ ઉપર લગાવમાં આવેલ ટાર્ગેટને પૂરો કર્યો છે.

આ અગાઉ થયેલા 3 મિસાઇલ પરીક્ષણ જમીનથી જમીન પર એટેક કરનાપી બ્રહ્મોસ મિસાઇલનાં હતાં. જમીનથી જમીન પર એટેક કરતી આ મિસાઇલની રેન્જને વધારીને 400 KM કરવામાં સફળ થઇ હતી.

બ્રહ્મોસ મિસાઇલની વાત કરવામાં આવે તો એ 28 ફૂટ જેટલી લાંબી છે તેમજ 3000 KG વજનની છે. તેમાં 200 KG પારંપરિક તેમજ પરમાણુ હથિયાર લગાવાય છે. એની રેન્જ 300થી 800 KM સુધીની છે. આ અંતરમાં બેઠેલા કોઇ પણ દુશ્મનનો તે ખાતમો કરવાની અદભૂત ક્ષમતા રાખે છે તેમજ આ માટે એની ઝડપની કોઇ પણ તુલના નથી. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 4200 KM દર કલાકની ઝડપથી હુમલો કરે છે. એટલે કે, 1.20 KM દર સેકન્ડ. સૌથી વધુ ખતરનાક મિસાઇલનાં હુમલા પછી દુશ્મનને કોઇ તક નથી મળતી.

નોંધનીય વાત એ છે કે, વિયતનામે ભારત દેશની સૌથી ખતરનાક મિસાઇલ ખરીદવા માટે ઇચ્છા જાહેર કરી હતી. પણ એમાં રશિયા દેશની મંજૂરી ખાસ ભાગ હતી, કેમ કે આ મિસાઇલ ભારત-રશિયા દેશએ સાથે મળી બનાવી હતી. જોકે રશિયાએ આ મિસાઇલનાં નિકાસની મંજૂરી આપવામાં આવી હતી. જેથી સંભાવનાઓ છે કે, વિયતનામ એને ખરીદે. આ ડીલથી ભારત દેશને આવનાર 5 વર્ષમાં 5 અબજ ડોલરનો વ્યાપાર કરાવશે. આ ઉપરાંત વિશ્વનાં ઘણા દેશો છે જે ભારત દેશ પાસેથી આ મિસાઇલ ખરીદનો આગ્રહ છે એમાં ઘણા દેશો ચીન દેશની વિસ્તારવાદ નીતિથી ત્રસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *