રોરો ફેરીનું એન્જીન બગડવાનું કારણ આવ્યું સામે, કારણ જાણી તમે કહેશો “બે યાર માવા વાળાએ તો હદ કરી છે…”

ગુજરાતની એક માત્ર રો-રો ફેરી ને ફરી એકવાર ગ્રહણ લાગી ગયું છે. ગઈ 21 નવેમ્બરે દહેજથી ઘોઘા આવતી આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઈ જતાં તેને…

ગુજરાતની એક માત્ર રો-રો ફેરી ને ફરી એકવાર ગ્રહણ લાગી ગયું છે. ગઈ 21 નવેમ્બરે દહેજથી ઘોઘા આવતી આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઈ જતાં તેને ત્યાં જ અટકાવવી પડી હતી. અને રોરો ફેરીને દોરડા વડે ખેંચીને કિનારા સુધી લેવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે, રો-રો ફેરીને બીજું કંઈ નહીં, પરંતુ માવા-મસાલાની એક કોથળી એવી નડી ગઈ કે તેના કારણે તેનું એન્જિન ગરમ થઈ ગયું, અને તે આગામી 10 દિવસ સુધી પણ શરુ થઈ શકે તેવી શક્યતા ઓછી છે. રો રો ફેરી બંધ થવાના કારણે એડવાન્સ બુકીંગ ના નાણા પરત કરવા પડી રહ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, જહાજના એન્જિનને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઈપલમાં પ્લાસ્ટિકથી કોથળી ફસાઈ ગઈ હતી. જેના કારણે તેમાંથી પાણી પસાર ન થઈ શક્યું, અને તેનાથી એન્જિન ઓવરહિટ થઈ જતાં તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્યું. છેલ્લા અઠવાડિયાથી બંધ પડેલું આ જહાજ હજુ આગામી 10 દિવસ સુધી ચાલુ થઈ શકે તેમ નથી.

જહાજના એન્જિનને ઠંડુ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ હોય છે તેમાં દરિયાનું જ પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. જોકે, દરિયાના પાણીમાં તરતી કોથળી પણ પાણી સાથે ખેંચાઈ આવતા તે પાઈપમાં ફસાઈ ગઈ હતી, અને એન્જિનના કુલિંગ સિસ્ટમમાં ગડબડ ઉભી થઈ હતી.

એક અધિકારીને ટાંકતા એક્સપ્રેસે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, કુલિંગ સિસ્ટમ માટે જે પાણી સમુદ્રમાંથી ખેંચાય છે તે ખાસ ઉંડેથી નહીં, પરંતુ ઉપરની સપાટીમાંથી જ ખેંચાય છે. જેના કારણે પાણી સાથે કાદવ પણ પાઈપમાં ખેંચાઈ આવે છે. કાદવના ભરાવાને લીધે પાઈપ આમ પણ સાંકડી થઈ ગઈ હતી, અને તેમાં આ પ્લાસ્ટિકની થેલી ફસાઈ જતાં પાઈપ ચોક થઈ જતાં પાણી કુલિંગ સિસ્ટમ સુધી પહોંચી નહોતું શક્યું.

આ જહાજનું મુખ્ય એન્જિન 5000 હોર્સપાવરની કેપેસિટી ધરાવે છે. એન્જિન તેની ફુલ કેપેસિટીમાં ચાલુ હોય ત્યારે તે ખૂબ જ ગરમી પણ ઉત્પન્ન કરે છે. તેની સાથે જોડાયેલા શાફ્ટ તેમજ બોલ-બેરિંગને તે વખતે ઠંડા રાખવા જરુરી છે, જેના માટે દરિયાનું પાણી વપરાય છે. જોકે, તે ન મળતાં એન્જિનની બેરિગ તેમજ શાફ્ટ ડેમેજ થયા છે, અને ઓઈલ સીલ પણ બળી ગયા છે.

ઘોઘા થી દહેજ વચ્ચે ચાલી રહેલી ફેરીમાં દક્ષિણ કોરિયામાં બનેલું જહાજ વોઈસ સિમ્ફની ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આ જહાજને ચીનમાં તેમાં જરુરી ફેરફાર કરી ભારત લવાયું હતું. જહાજના એન્જિનની મરામત થઈ જાય પછી તેનો ટ્રાયલ રન પણ લેવામાં આવશે અને પછી જ તેને પેસેન્જર સર્વિસ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *