ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ પ્રથમ મેચ રમવા માટે બહાર આવી હતી. બંને ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ફૂટબોલ રમીને સમય પસાર કરતા જોવા મળ્યા છે. હવે બીજી T20 20 નવેમ્બરે માઉન્ટ મંગાઈ ખાતે રમાશે.
#TeamIndia and New Zealand team enjoy a game of footvolley as we wait for the rain to let up.#NZvIND pic.twitter.com/8yjyJ3fTGJ
— BCCI (@BCCI) November 18, 2022
ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે મેચ શરૂ થવાની હતી, પરંતુ વેલિંગ્ટનમાં સતત વરસાદ પડી રહ્યો હતો. લગભગ દોઢથી બે કલાકની રાહ જોયા બાદ વરસાદ બંધ ન થતાં મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ભારતીય પસંદગીકારોએ આ મેચમાં યુવાનો પર દાવ લગાવ્યો છે. ટીમની કમાન હાર્દિક પંડ્યા પાસે છે. તેમની સામે ન્યુઝીલેન્ડને ઘરઆંગણે હરાવવાનો પડકાર છે. છેલ્લી વખત તેને આયર્લેન્ડ પ્રવાસમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યાંથી તેઓ જીતીને પરત ફર્યા હતા. આ વખતે ઇન્ડિયન ટીમનો સામનો કેન વિલિયમસનની ટીમ સામે છે.
IND vs NZ VIDEO વરસાદ બન્યું વિલન છતાં
મોજ કરતાં દેખાયા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ#nzvind #cricketnation #viralvideos #socialmedia #viral #jainworldnews#trending #Video pic.twitter.com/F748b9NF1P
— Jain World News (@NewsJain) November 18, 2022
આ મેચમાં સૂર્યકુમાર યાદવ પાસે કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવવાની તક છે. અત્યારે આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના નામે છે. જે સુર્યકુમાર યાદવ તોડી શકે તેમ છે. 287 રન પુરા કરી સુર્યકુમાર યાદવ એક વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનાર બની જશે. રીઝવાને આ વર્ષે ૧૩૨૬ રન બનાવ્યા છે, અને સુર્યા હજુ ૧૦૪૦ રને પહોચ્યો છે.
ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટીમમાં પંત, પંડ્યા, ભુવી અને ચહલ જેવા સિનિયર ખેલાડીઓ છે, પસંદગીકારોએ યુવાનોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને ત્યાં સિનિયર તરીકે મોકલવામાં આવ્યા છે. ટીમના મોટાભાગના ખેલાડીઓ નવા અને બિનઅનુભવી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદગીકારો ભવિષ્યની ટીમની શોધ કરી રહ્યા છે. જે ટીમ ઈન્ડિયાને ICC ટ્રોફી અપાવી શકે છે. યાદ અપાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે ODI વર્લ્ડ કપની પણ ટ્રોફી જીતવાની છે. આવી સ્થિતિમાં પસંદગીકારોની નજર પણ તે મેગા ટૂર્નામેન્ટની તૈયારી પર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.