Team India એ 23 વર્ષ બાદ શ્રીલંકા સાથે લીધો બદલો, જાણો એ વખતે ક્રિકેટના મેદાન પર શું થયું હતું

Published on Trishul News at 1:34 PM, Mon, 18 September 2023

Last modified on September 18th, 2023 at 1:34 PM

India vs Sri Lanka Asia Cup Final 2023: એશિયા કપ 2023ની ફાઈનલ રવિવારે (17 સપ્ટેમ્બર)ના રોજ થઈ હતી, જે ભારતીય ટીમ માટે ઐતિહાસિક હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શ્રીલંકાને તેના ઘરઆંગણે રમાયેલી ફાઈનલ મેચમાં માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ પછી, ભારતેએ 6.1 ઓવરમાં 10 વિકેટે મેચ અને Asia Cup નું ટાઇટલ જીત્યું.

આ મેચ સાથે ભારતીય ટીમે રસની સાથે શ્રીલંકા પાસેથી તેનો 23 વર્ષ જૂનો બદલો પણ લઈ લીધો છે. ખરેખર, 23 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2000માં શારજાહમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી.

શ્રીલંકાએ ભારતને 54 રનમાં આઉટ કરી દીધું હતું.

તે ટાઇટલ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 300 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ ભારતીય ટીમ 26.3 ઓવરમાં 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 245 રનથી મેચ હારી ગઈ હતી. પછી તે 54 રન વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સૌથી નાનો સ્કોર બની ગયો. ભારતીય ટીમનો આ શરમજનક રેકોર્ડ એશિયા કપ 2023ની ફાઈનલ સુધી ચાલુ રહ્યો.

પરંતુ એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 50 રનમાં ઓલ આઉટ કરી દીધું હતું. આ રીતે ભારતીય ટીમે તે શરમજનક રેકોર્ડમાંથી બહાર નીકળીને શ્રીલંકાને આ શરમજનક રેકોર્ડ પધરાવી દીધો છે. હવે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર 50 રન છે. આ રીતે ભારતીય ટીમે 23 વર્ષ બાદ શ્રીલંકા સામે તેનો બદલો વ્યાજ સાથે ચૂકવી દીધો છે.

મોહમ્મદ સિરાજે એકલા હાથે 6 વિકેટ લઈને શ્રીલંકાને હરાવ્યું.

તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023ની ફાઈનલ કોલંબોમાં રમાઈ હતી, જેમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન સનાકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આખી ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે દુષણ હેમંતે 13 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. જ્યારે 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા.

ભારતીય ટીમ માટે ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.

અઢી કલાક સુધી ચાલેલી મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી હતી.

51 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનિંગમાં સફળતા મેળવી હતી. કેપ્ટન રોહિત શર્મા આ વખતે બેટિંગ કરવા આવ્યો નહોતો. ઈશાન અને ગિલ અણનમ રહ્યા અને ટીમને 10 વિકેટે જીત અપાવવામાં મહતવની ભૂમિકા ભજવી. મેચમાં ગિલ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ઈશાન કિશન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ મેચ લગભગ અઢી કલાક જ ચાલી હતી.

ભારતીય ટીમે સૌથી વધુ Asia Cup ટાઇટલ જીત્યા

એશિયા કપ (T20, ODI)ના ઈતિહાસમાં ભારતીય ટીમે સૌથી વધુ 8 વખત ટાઈટલ જીત્યું છે. ભારતે 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018 અને 2023માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. બીજા સ્થાને શ્રીલંકા છે જેણે 6 વખત એશિયા કપ ટ્રોફી જીતી છે. શ્રીલંકાની ટીમ 1986, 1997, 2004, 2008, 2014 અને 2022માં એશિયા કપનો ખિતાબ જીતી ચૂકી છે. જ્યારે 2000 અને 2012માં એશિયા કપની ટ્રોફી પાકિસ્તાનના નામે હતી.

Be the first to comment on "Team India એ 23 વર્ષ બાદ શ્રીલંકા સાથે લીધો બદલો, જાણો એ વખતે ક્રિકેટના મેદાન પર શું થયું હતું"

Leave a comment

Your email address will not be published.


*