ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 ટી-ટ્વેન્ટી સીરિઝની ડીસાઈડરમાં આજ રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમશે. ભારત હૈદરાબાદ ખાતેની પહેલી ટી-ટ્વેન્ટી 6 વિકેટે જીત્યું હતું, જ્યારે વિન્ડિઝે તિરુવનંથપુરમમાં 8 વિકેટે મેચ જીતીને સીરિઝ જીવંત રાખી હતી.
અત્યાર સુધીની કહાની…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 16 ટી-ટ્વેન્ટી રમાઈ ગઈ છે. તે દરમિયાન ભારતે 9 મેચ જીતી હતી, જ્યારે 6માં હારનો સામનો કર્યો હતો. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બન્ને દેશ વચ્ચે ગત સીરિઝ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. જેમાં ભારતે 3-0થી જીત મેળવી હતી.
કેવી છે આજની પીચ ?
મુંબઇમાં ઝાકળ મહત્ત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. પિચથી ફાસ્ટ બોલર્સને મદદ મળશે. બંને ટીમ ટોસ જીતીને ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કરશે.
ટીમ ન્યુઝ:
ભારતીય ટીમમાં મોહમ્મદ શમીને તક મળી શકે છે. વાનખેડેની વિકેટ જોતા ટીમ મેનેજમેન્ટ ત્રણમાંથી એક સ્પિનરને બહારનો રસ્તો બતાવી શકે છે. વિન્ડિઝના ટોપ 5માંથી 4 બેટ્સમેન ડાબોડી હોવાથી વી સુંદર પોતાનું સ્થાન જાળવી રાખશે. આજની મેચમાં રવિન્દ્ર જાડેજાને ડ્રોપ કરવામાં આવી શકે છે. કુલદીપ યાદવને સ્થાન મળે છે કે નહિ તે પણ જોવાનું રહેશે. જ્યારે વિન્ડિઝની ટીમમાં જેસન હોલ્ડરની જગ્યાએ કિમો પોલને રમાડવામાં આવી શકે છે.
ભારતની સંભવિત ખેલાડીઓ:
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ
વેસ્ટ ઇન્ડિઝની સંભવિત ખેલાડીઓ:
લેન્ડલ સિમન્સ, એવિન લુઈસ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન (વિકેટ કીપર), શિમરોન હેટમાયર, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કીમો પોલ, ખેરી પિયર, હેડન વોલ્શ, શેલ્ડન કોટરેલ અને કે વિલિયમ્સ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.