માતાએ કહ્યું કે ‘દુનિયાને મદદની જરૂર છે’, તો આ નાનકડો પાકિસ્તાની બાળક મફત વેચવા લાગ્યો માસ્ક

આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. આ લડાઈમાં ઘણા પ્રસંગોએ સાબિત કર્યું છે કે હાજી દુનિયામાં માનવતા જીવિત છે. પાકિસ્તાનના સાહિવાલના રોડ ઉપર માસ્ક…

આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. આ લડાઈમાં ઘણા પ્રસંગોએ સાબિત કર્યું છે કે હાજી દુનિયામાં માનવતા જીવિત છે. પાકિસ્તાનના સાહિવાલના રોડ ઉપર માસ્ક વેંચી રહેલા એક માસૂમ બાળકે કોરોના વાયરસના કહેરની વચ્ચે માનવતાની મિસાલ રજૂ કરી છે. લાહોર અને મુલ્તાન વચ્ચે સ્થિત સાબાવલ શહેરના પાકપાટન ચોકમાં એક બાળક 20-20 રુપિયામાં માસ્ક વહેચી રહ્યો હતો.

ત્યાં જ એક ગ્રાહક પહોંચ્યો અને તેણે બાળક સાથે મજાક કરતા કહ્યું કે મારી પાસે પૈસા જ નથી. આટલુ શાંભળતા જ ખરિદદારને માસૂમ બાળકે ચૂપચાપ મફતમાં માસ્ક આપતા કહ્યું તમે મફતમાં લઈ જાવો.

એના પર ગ્રાહકે બાળકને પુછ્યું કે તારી માતા નારાજ થશે ? બાળકે જવાબ ના આપ્યો, તેમણે કહ્યું છે કે વિશ્વમાં બહુ મોટી બીમારી ફેલાય છે. આ સમયે લોકોને મદદની જરૂર છે. આ મહામારી વચ્ચે એક માસૂમ બાળકની આંખોમાં એક આશાનું કિરણ છે. બાળક એ સમજી રહ્યો છે કે આ સંકટ સમયે બધા સાથે મળીને લડશે. એક બીજાની મદદ કરશે, ત્યારે જ આપણે તેના પર વિજય પ્રાપ્ત કરી શકીશું.

જયારે સમગ્ર વિશ્વ લોકડાઉન છે ત્યારે બાળક રસ્તા પર માસ્ક વેચી રહ્યો છે. તે બાળકના માસ્કની કિંમત માત્ર 20 રૂપિયા છે. વિશ્વ આખું ડરનો ધંધો કરી માસ્કની ઉંચી કિંમત લઇ રહ્યું છે ત્યારે આ બાળક માત્ર 20 રૂપિયામાં જ માસ્ક વેચે છે. માસ્કની સંગ્રહખોરી પણ થઈ રહી છે અને નક્કી કરેલા ભાવ કરતા વધારે લેવામાં આવી રહ્યા છે. એવા સમયે એક બાળક મફતમાં પણ માસ્ક દેવા તૈયાર છે કારણે બીજા લોકો સુરક્ષિત રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *