ચીનની ધરતી પર ત્રીજા દિવસે પણ લહેરાયો ભારતનો તિરંગો- 41 વર્ષ બાદ આ રમતમાં પ્રથમ વખત જીત્યો ગોલ્ડ મેડલ

Asian Games 2023: એશિયન ગેમ્સ 2023(Asian Games 2023)માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે ભારતે એશિયન ગેમ્સ 2023ની ઘોડેસવારી ડ્રેસેજ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અનુષ અગ્રવાલા, હૃદય વિપુલ છેડા, સુદીપ્તિ હેજલા અને દિવ્યકીર્તિ સિંહે ભારત માટે અજાયબીઓ કરી હતી.

ભારત માટે શાનદાર પ્રદર્શન
અનુષ અગ્રવાલા, હૃદય વિપુલ છેડા, સુદીપ્તિ હેજલા અને દિવ્યકીર્તિ સિંહે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડ્રેસેજ ઈવેન્ટમાં ભારતીય જોડીએ 209.205 પોઈન્ટ બનાવ્યા અને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 1982 બાદ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં કોઈ ભારતીય મેડલ જીતશે તેવી અપેક્ષા ન હતી, પરંતુ ખેલાડીઓએ પોતાની મહેનતથી ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

ભારતે જીત્યો ત્રીજો ગોલ્ડ
એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. ભારતે શૂટિંગ, મહિલા ક્રિકેટ ટીમ અને ઘોડેસવારી ડ્રેસેજ ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં 15 ગોલ્ડ મેડલ જીત્યા છે. આજે ઘોડેસવારી પહેલા ભારતે સેલિંગમાં બે મેડલ જીત્યા હતા. ભારત માટે સેલિંગમાં નેહા ઠાકુરે સિલ્વર મેડલ અને ઇબાદ અલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

એશિયન ગેમ્સ 2023માં આજે ભારતીય હોકી ટીમે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ સ્ટેજમાં આ સતત બીજી મેચ જીતી છે. આ પહેલા ભારતે ઉઝબેકિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે, શૂટિંગમાં, દિવ્યાંશ સિંહ પંવાર અને રમિતા 10 મીટર એર રાઇફલ મિશ્રિત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયા (18-20) સામે હારી ગયા અને ચોથા સ્થાને રહ્યા.

સોમવારે ભારતને મળ્યા હતા 5 મેડલ 
જો સોમવારની વાત કરીએ તો એશિયન ગેમ્સમાં ભારત પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે 10 મીટર મેન્સ રાઈફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સોમવારે પુરુષોની ટીમે રોઈંગ ઈવેન્ટ રોઈંગ-ફોર અને ક્વાડ્રપલમાં બ્રોન્ઝ જીત્યો હતો. સોમવારે ભારતીય શૂટર ઐશ્વર્યા પ્રતાપ સિંહે 10 મીટર શૂટિંગ ઈવેન્ટ સિવાય 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમે પણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *