ભારતની BOXING Day ટેસ્ટમાં ઐતિહાસિક જીત: ગુજરાતી ક્રિકેટરોએ અપાવી જીત…

Published on: 4:52 am, Sun, 30 December 18

ભારતીય બોલરોના જોરદાર દેખાવના પગલે મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પર ભારતે ઓસ્ટ્રેલિયા પર 137  રનથી રોમાંચક જીત મેળવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને   રનથી હરાવ્યું છે.  મેચવિનર તરીકે ગુજરાત ના યુવા બોલર બુમરાહ એ મહત્વની સૌથી વધુ 9 વિકેટો ખેરવી હતી.

પહેલી ઈનિંગમાં ભારતના 443 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાનો ધબડકો થો હતો.ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ 151 રનમાં સમેટાઈ ગઈ હતી.જેમાં ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. બૂમરાહે 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટીમ પેન અને માર્કસ હેરિસે સૌથી વધુ 22-22 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 2, ઈશાંત શર્મા અને મહોમ્મદ શામીએ 1-1 વિકેટ લીધી હતી.

બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બેસ્ટમેનોએ ધીમી અને મક્કમ બેટિંગ કરી ને ભારતીય બોલરોને પરસેવો પડાવ્યો હતો પરંતુ ભારતીય બોલરોએ પોતાનું કૌશલ્ય બતાવીને સમયાંતરે વિકેટો મેળવવાનું શરૂ રાખ્યું હતું. મેચમાં સૌથી વધુ 9 વિકેટ ગુજરાતના યંગ બોલર જસપ્રીત બુમરાહ એ લીધી હતી. જયારે રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની ફિરકીથી મેચમાં 5 કાંગારું બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.

ભારત પાસે પ્રથમ ઇનિંગની  સરસાઈ ને આધારે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કરવાનો મોકો હતો પણ ભારતે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે ઓસ્ટ્રેલિયન બોલરોએ મોટો સ્કોર કરવાની ભારતની આશા પર પાણી ફેરવી દીધુ હતુ. પેટ કમિન્સે ચાર વિકેટ ઝડપીને ભારતની બેટિંગની કમર તોડી નાંખી હતી. હનુમા વિહારીને 13 રને, પૂજારા અને કોહલીને 0 રને કમિન્સે પેવેલિયન ભેગા કર્યા હતા.એ પછી રહાણે  કમિન્સનો શિકાર બન્યો હતો. રહાણેએ માત્ર એક રન બનાવ્યો હતો.