ભારતે ઇંગ્લેન્ડને ૩-૧ થી કચડ્યું, ચોથી ટેસ્ટમાં ૨૫ રન અને ઇનિંગ્સથી આપી કારમી હાર

ભારતે ઇંગ્લેન્ડને ૩-૧ થી કચડ્યું, ચોથી ટેસ્ટમાં ૨૫ રન અને ઇનિંગ્સથી આપી કારમી હાર India won by an innings and 25 runs. ભારતે નરેન્દ્ર મોદી…

ભારતે ઇંગ્લેન્ડને ૩-૧ થી કચડ્યું, ચોથી ટેસ્ટમાં ૨૫ રન અને ઇનિંગ્સથી આપી કારમી હાર India won by an innings and 25 runs. ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી ચાર ટેસ્ટની સિરીઝની અંતિમ ટેસ્ટ જીતી લઈને પોતાનું સ્થાન વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે 18-22 જૂન દરમ્યાન, ઈંગ્લેન્ડના લોર્ડ્સ ના મેદાનમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાશે. ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવ્યું છે. અક્ષર પટેલ અને અશ્વિને બીજી ઈનિંગમાં 5-5 વિકેટ લીધી છે.

રવિચંદ્રન અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં માં 30 મી વાર ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ઘર આંગણે સૌથી વધુ ટેસ્ટ સીરીઝ જીતવાનો નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ અગાઉ ૯ વખત રિકી પોન્ટીંગે ઓસ્ટ્રેલીયા માટે આ ક્રીતિમાન સ્થાપ્યો હતો. હવે વિરાટ આ રેકોર્ડ જીત મેળવનારો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ એ સતત દસમી સીરીઝ જીતી છે.

ભારતીય ટીમ માટે પ્રથમ ઇનિંગ્સમાં ઋષભ પંતે 101, વોશિંગ્ટન સુંદરે અણનમ 96, રોહિત શર્માએ 49 અને અક્ષર પટેલે 43 રન બનાવ્યા હતા. અને

આ ટેસ્ટ સીરીઝ જીતવાની સાથે જ ભારતે રેકોર્ડ બનાવ્યો છે. 0-1થી ભારતે શ્રેણીમાં પાછળ રહ્યા બાદ સતત ત્રણ ટેસ્ટ જીતીને ઈતિહાસ સર્જ્યો છે.આ પહેલા 2-1 (5) વિ ENG 1972/73, 2-1 (3) વિ AUS2000/01, 2-1 (3) વિ Srilanka 2015, 2-1 (4) વિ Aus 2016/17, 2-1 (4) વિ Aus 2020/21, 3-1 (4) વિ ENG 2020/21 સામે સીરીઝ વિજેતા થઈ ચુક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *