કોરોના કેસની વાત કરીએ તો સમગ્ર દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 40,000 ને પાર કરી ચુકી છે. સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 30,000થી વધારે લોકો સંક્રમિત થયા છે. જયારે મહારાષ્ટ્રમાં પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે ત્યારે ફક્ત એક જ દિવસમાં 5,100થી પણ વધારે કેસ નોંધાયા છે.
બીજી બાજુ રાજ્યમાં કોરોનાની સ્થિતિ એકંદરે કાબૂમાં છે ત્યારે અહીં ફક્ત એક જ દિવસમાં 16 લોકો સંક્રમિત થયા છે. સમગ્ર દેશમાં ફક્ત એક જ દિવસમાં કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શક્તિ આપતી વેક્સીનેશનનો આંકડો એક કરોડને પાર કરી ચુક્યો છે.
વેક્સીનેશનનો આ અત્યાર સુધીનો ફક્ત એક દિવસમાં સૌથી મોટો રેકોર્ડ છે. સ્વાસ્થ્ય મંત્રાલય જણાવે છે કે, દેશમાં શુક્રવારે કોવિડ-19 વેક્સીનના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે કે, જે ફક્ત એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. રેકોર્ડ વેક્સીનેશન બાબતે દેશના PM નરેન્દ્ર મોદીએ પોતાની ખુશી વ્યક્ત કરતા ટિકાકરણ અભિયાનની સાથે જોડાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે ટ્વિટ કર્યું હતું કે, આજે રેકોર્ડ વેક્સીનેશન નંબર. 1 કરોડને પાર કરવી એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. રસીકરણ કરાવનાર તેમજ આ અભિયાનને સફળ બનાવનારને ખુબ અભિનંદન. આ પ્રસંગેપર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્વિટ કર્યું હતું તથા રેકોર્ડ રસીકરણને સ્વાસ્થ્યકર્મીના અથાક પ્રયાસનું પરિણામ ગણાવ્યું છે.
તેમણે લખ્યું હતું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ…આ એ જ પ્રયાસ છે કે, જેણે સમગ્ર દેશમાં ફ્કત 1 દિવસમાં કરોડથી વધુ વેક્સીન લગાવવાનો આંકડો પાર કરી ચુક્યો છે. સ્વાસ્થ્યકર્મીનો અથાગ પરિશ્રમ તથા PM નરેન્દ્ર મોદીનો #SabkoVaccineMuftVaccine નો દ્રઢ સંકલ્પ રંગ લાવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જણાવે છે કે, દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હજુ પણ કોવિડ વેક્સીનના 4.05 કરોડથી વધુ વેક્સીન ડોઝ ઉપલબ્ધ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં કુલ 58.86 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.