અમેરિકાના કેલિફોર્નિયા (California, USA) માં 4 ભારતીયોના અપહરણ (Kidnapping) નો મામલો સામે આવ્યો છે. તેમાં 8 મહિનાની બાળકી અને તેના માતા-પિતાનો પણ સમાવેશ થાય છે. હજુ સુધી પોલીસે આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 36 વર્ષીય જસદીપ, 27 વર્ષીય જસલીન અને તેમની 8 મહિનાની બાળકી આરોહીનું સોમવારે મર્સિડ કાઉન્ટીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ સાથે 39 વર્ષીય અમનદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે.
મર્સિડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, હાઇવે-59ના 800 બ્લોક પરના કોમર્શિયલ સેન્ટરમાંથી ચારેય વ્યક્તિઓનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. તમામ અપહરણકર્તાઓ હથિયારબધ હતા. પોલીસે અપહરણકર્તાઓને ખૂબ જ ખતરનાક ગણાવ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તમે ક્યાંય પણ શંકાસ્પદ કે પીડિત વ્યક્તિ જુઓ તો 911 પર ફોન કરીને તેની જાણકારી આપો.
2019માં કારમાંથી તુષાર અત્રેનો મૃતદેહ મળ્યો હતો
અગાઉ 2019માં ભારતીય મૂળના નાગરિક તુષાર અત્રે તેની ગર્લફ્રેન્ડની કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અત્રે, 50, ડિજિટલ માર્કેટિંગ કંપની એટ્રેનેટના માલિક હતા. તેમની કંપની સિલિકોન વેલીમાં અનેક કોર્પોરેટ સંસ્થાઓ માટે કામ કરતી હતી. અત્રેનું તેમના કેલિફોર્નિયાના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.