ભારતે ફરીથી પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો છે. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કર્યો હતો જેનો જવાબ આપતા ભારતીય સેનાએ શુક્રવારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી લોંચપેડને નિશાન બનાવ્યા હતા જેમાં પાકિસ્તાને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પાકિસ્તાની અખબાર ડોનના જણાવ્યા અનુસાર, લીપાઘાટીમાં સૈન્ય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એક મહિલાનું મોત પણ થયું છે. ડોન અનુસાર, ભારતે મોટા અને મધ્યમ-અંતરના શસ્ત્રોનો ઉપયોગ કરીને વિવિધ લક્ષ્યો પર કાર્યવાહી કરી.
વીડિયો થઈ રહ્યા છે વાયરલ
ભારતે કરેલા આ પગલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલી વીડિયોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અહીં ભારતની કાર્યવાહીમાં ઘણી ઇમારતો જમીનદોશ થઈ ગઈ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ પ્રકારની કાર્યવાહી ભારત દ્વારા ક્યારેય કરવામાં આવી નથી. શનિવારે સવારે 4 વાગ્યે ભારત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી આતંકવાદી નિશાન બનાવીને કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, સુરક્ષા દળોને સતત ઇનપુટ્સ મળી રહ્યા છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી મોટી સંખ્યામાં આતંકીઓ કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓની દરેક ચાલને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો બોર્ડર પર સતત નજર રાખી રહ્યા છે. હાલના સમયમાં ભારતે ખીણમાં પાકિસ્તાનમાં રહેતા ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે.
પાકિસ્તાની ગોળીબારમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ
આ પહેલા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના ગામોમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં એક નાગરિકનું મોત નીપજ્યું હતું. નિયંત્રણ રેખાની બાજુમાં આવેલા ગામોમાં પાકિસ્તાની બાજુથી મોટી સંખ્યામાં મોર્ટાર શેલ ચલાવવામાં આવ્યા હતા જેમાં મોહમ્મદ સાદિક નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પાકિસ્તાન દ્વારા શુક્રવારે રાત્રે લગભગ 9.45 વાગ્યે પૂંચના કૃષ્ણ વેલી સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી કર્યા વગર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP