Agniveer Bharti 2024: ભારતીય સેનામાં એગ્નિપથ સ્કીમ અંતર્ગત 25 હજાર અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા આઠ જાન્યુઆરીથી શરુ થવાના હતા. પણ હજુ સુધી શરુ કરવામાં આવી નથી. સેનામાં ભરતી માટે તેમની સતાવાર વેબસાઈટ https://joinindianarmy.nic.in પર જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, કોમન એન્ટ્રેંસ એક્ઝામ 2024-25 માટે (Agniveer Bharti 2024) ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, કોમન એન્ટ્રેંસ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન 13 ફેબ્રુઆરી 2024ના લાઈવ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. ઉમેદવારોને અરજી ફોર્મ ભરતી વખતે સાવધાની રાખવાની રહેશે. કારણ કે એક વાર ડિટેલ સમબિટ કર્યા પછી તેને જ ફાઈનલ માનવામાં આવશે.
ભારતીય સેનાએ અગ્નિવીરો અને જેસીઓ સહિત અન્ય પદ પર ભરતી માટે પહેલી વાર કોમન એન્ટ્રેસ ટેસ્ટનું આયોજન એપ્રિલ 2023માં કરવામાં આવ્યું છે. સેનાની કોમન એંન્ટ્રેંસ ટેસ્ટ ઓનલાઈન મોડમાં યોજાશે. પરીક્ષાનું આયોજન એપ્રિલમાં કરવામાં આવ્યું . જે ઉમેદવાર આ પરીક્ષા પાસ કરશે, તેમને ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે.ભારતીય સેનામાં અગ્નિવીર પદ પર ભરતી માટે 550 રૂપિયા અરજી ફી+જીએસટી આપવાનું રહેશે.
સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી પદ માટે 10માં ધોરણમાં કમસે કમ 45 ટકા સાથે પાસ હોવું જરૂરી છે, જ્યારે અગ્નિવીર ટેક્નિકલ પદ માટે 12મું (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને અંગ્રેજી)માં કમસે કમ 50 ટકા ગુણ હોવા જરૂરી છે. જ્યારે અગ્નિવીર સ્ટોરકીપ/ક્લાર્ક પદ માટે 12માં ધોરણમાં કમસે કમ 60 ટકા ગુણ હોવા જોઈએ. અંગ્રેજી અને ગણિત/અકાઉન્ટસ/બુક કીપિંગમાં કમસે કમ 50 ટકા ગુણ જરુરી છે. આ ઉપરાંત ટ્રેડ્સમેન પદ માટે 10માં/આઠમું ધોરણ પાસ હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા
ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે ઉંમર 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા
ભારતીય સેનામાં એગ્નિવીર ભરતી માટે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે. લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, શારીરિક ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ
લેખિત પરીક્ષા
અગ્નિવીર ભરતી પરીક્ષા 100 ગુણની રહશે. જેમાં જનરલ નોલેજ, જનરલ સાયન્સ, મેથ્સના 15 માર્ક્સના 30-30 પ્રશ્નો પૂછવામાં આવ્યા, જ્યારે લોજિકલ રીઝનિંગના 10 ગુણના 5 પ્રશ્ન પુછવામાં આવ્યા. આવી જ રીતે 100 ગુણના 50 પ્રશ્ન પૂછવામાં આવશે. આ પરીક્ષામાં 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ પણ કરશે. ઉમેદવારોને પરીક્ષામાં પાસ થવા માટે કમસે કમ 35 ગુણ મેળવવા જોઈએ. જો કે, ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન મેરિટના આધાર કરવામાં આવશે.
અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફાર
ભારતીય સેનામાં ક્લાર્ક પદ માટે આ વખતે ટાઈપિંગ ટેસ્ટ પણ કરવામાં આવશે. જો કે સેનાએ હજુ ટાઈપિંગ સ્પીડ વિશે જાણકારી આપી નથી. તેના વિશે ટૂંક સમયમાં જાણકારી મળી જશે. સેનામાં હજુ સુધી ઓફિસર રેન્ક પર ભરતી માટે સાઈકોમેટ્રિક ટેસ્ટ થતાં હતા. પણ પહેલી વાર આ જવાનોની ભરતીમાં પણ લાગૂ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube