ગુજરાત(Gujarat): રાજ્યમાં કચ્છ(Kutch)ના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ(Indian Coastguard) દ્વારા મેગા ઓપરશન કરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવી છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી 56 કિલો ડ્રગ્ઝ(56 kg of drugs seized) ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી હરકત સામે આવી છે. પાકિસ્તાનથી આવતા 280 કરોડના ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા 280 કરોડ રૂપિયાની કિંમતનું 56 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
ભારતીય કોસ્ટગાર્ડની મદદથી ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના મોટા ભાગના જથ્થા સાથે 9 પાકિસ્તાની આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બોટમાં હેરોઇન હોવાની બાતમી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ ઝડપાતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો છે.
જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે ગુજરાતમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હોય પરંતુ આ સિવાય કચ્છના દરિયા કિનારે તથા ગુજરાતના અનેક શહેરોમાં નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવાનું અને યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ પહેલા પણ ઘણી વાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.