ભારતીય ડોકટરે અમેરિકામાં 200 દર્દીને કોરોનામુક્ત કર્યા, પોલીસ, એમ્બ્યુલન્સ, લોકોએ આપ્યું ગજબનું સન્માન

અમેરિકાના સાઉથ વિન્શડસર શહેરમાં રહેતી ભારતીય મૂળની ડોક્ટર ઉનાળાની મધુસુદન ના સન્માનમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમણે 200 અમેરિકાના લોકોને કોરોનાથી બચાવી નવજીવન આપ્યું છે. ડોક્ટર ઉમાના સન્માનમાં લગભગ 100 વાહનો સામેલ થયા. આ વાહનોમાં એવા લોકો પણ સામેલ થયા જેમ નોટો ઈલાજ કર્યો હતો. તમામ લોકોએ હાથમાં બોર્ડ પકડી ડોક્ટરને થેન્ક્સ કહ્યું.

દરવાજા પાસેથી પસાર થતાં પ્રત્યેક વાહ ને હોર્ન અને સાઈરન વગાડ્યા. તેના પર ડોક્ટર ઉમાએ દરવાજા પાસે ઊભા રહી સન્માન સ્વીકાર કર્યું. આ વાહનોમાં પોલીસના વાહન, એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર સહિત પ્રાઇવેટ ગાડીઓ પણ હતી. હાલ દુનિયાભરમાં હેલ્થ વર્કરો પોતાનું જીવનું જોખમ ખેડી લોકોને આ મહામારી માંથી બચાવી રહ્યા છે. તેમના સન્માનમાં ઘણા દેશોમાં આવી પ્રતિક્રિયાઓ સામે આવતી રહે છે. ભારતમાં પણ લોકોએ થાળી અને થાળી વગાડી ડૉક્ટરોનો ભરોસો વધાર્યો હતો.

અમેરિકામાં ૮ લાખથી વધારે સંક્રમિત

કોરોનાવાયરસ થી અમેરિકામાં ૨૪ કલાકમાં 2804 લોકોના મૃત્યુ થઈ ગયા છે. તેમજ નવા 25985 કેસ સામે આવ્યા છે. અહીંયા મૃત્યુનો આંકડો ૪૫ હજારથી વધારે થઈ ગયો. તેમજ સંક્રમિત થનારની સંખ્યા 818744 થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *