ચીન તેની વિસ્તારવાદી નીતીના કારણે ભારતની સાથે તાઈવાનને પણ નુકશાન પહોચાડવામાં કંઈ કસર છોડી નથી. પરિણામે ચીનની આ હરકતોના કારણે બંને લોકતાંત્રીક દેશો નજીક આવી ગયા છે. હવે ભારત અને તાઈવાન બંને વ્યાપાર સમજુતિને લઈને વાતચીત આગળ વધારે તેવી શક્યતા છે.
તાઈવાન અનેક વર્ષોથી ભારત સાથે ટ્રેડ ડીલની વાત કરવા માંગે છે પણ ભારતમાં અગાઉની સરકાર એ આમ થવાનું ટાળી રહી હતી. આમ કરવા પાછળનું કારણ એ છે કે, ભારત ચીનને નિરાશ કરવા માંગતુ નહોતુ.
જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન લદ્દાખ સરહદે ભારત પર દબાણ બનાવવાનું અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ખુલ્લુ સમર્થન આપી રહ્યું છે. જેનો તોડ કાઢતા ભારત પણ તાઈવાન સાથે ટ્રેડ ડીલ કરવા આગળ વધ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાઈવાન સાથે ટ્રેડ ડીલથી ભારતને ટેક્નોલોજી અને ઈલેક્ટોનિક્સમાં વધારે રોકાણ આકર્ષિત કરવામાં પણ મદદ મળશે. જોકે અધિકારીના જણાવ્યા પ્રમાણે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે, વાતચીત શરૂ કરવા અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવે.
ભારત સરકારે ઓક્ટોબર મહિનામાં જ ભારતમાં જ સ્માર્ટફોન બનાવવા માટે અનેક કંપનીઓના પ્રસ્તાવોને મંજુરી આપી દીધી હતી. તેમાં તાઈવાનના સ્માર્ટફોન ટેક્નોલોજી ગ્રુપ તથા વિસ્ટ્રોન ગ્રુપ અને પેગાટ્રોન કોર્પનો સમાવેશ થયો છે. આ મામલે વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી. તાઈવાનના વરિષ્ઠ અધિકારી ‘વાતચીતકાર હથવ્વ જોન દેંગે’ પણ આ મામલે કોઈ જવાબ આપ્યો નથી.
જો ભારત સાથે તાઈવાનની સીધી વાતચીત વ્યાપારને લઈને ચર્ચા શરૂ થાય તો તે તાઈવાનની એક મોટી સફળતા હશે. ચીનના દબાણના કારણે દુનિયાના કોઈ પણ મોટા દેશ સાથે તાઈવાને ટ્રેડ ડીલ શરૂ કરવામાં ભારે સંઘર્ષનો સામનો કરી રહી છે. મોટા ભાગના દેશોની માફક ભારતે પણ તાઈવાનને ઔપચારીક માન્યતા નથી આપી. પરંતુ બંને દેશો વચ્ચે રિપ્રેઝેંટેટિવ ઓફિસિસના સ્વરૂપમાં બિનસત્તાવાર ડિપ્લોમેટિક મિશન જરૂર છે. બંન્ને દેશોએ પોતાના આર્થિક સંબંધો વધારે મજબુત બનાવવા માટે 2018મં એક દ્વિપક્ષીય વ્યાપાર સંધિ કરી હતી. 2019માં બેંને દેશો વચ્ચે વ્યાપાર 18% વધીને 7.2 અબજ $ પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle