ચીનની સાથે વધી રહેલા તનાવનીમાં ભારત દેશના નૌ સેનાએ પોતાની તાકાત બતાવી છે. નૌસેનાનાં જહાજ INS પ્રબલ ઉપરથી લોન્ચ કરેલી એન્ટી શીપ મિસાઈલ દ્વારા એક જહાજ ફૂંકી મારવામાં આવ્યું હતું. નૌસેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ એક પરીક્ષણ હતું તેમજ તે સફળતાપૂર્વક થયું છે. INS પ્રબળ ઉપરથી લોન્ચ કરવામાં આવેલી મિસાઈલે પોતાની મહત્તમ રેન્જ ઉપર લક્ષ્યને નિશાન બનાવ્યું હતું.
અમુક સેકેન્ડમાં જહાજનાં કૂરચા ઉડી ગયા…
#AShM launched by #IndianNavy Missile Corvette #INSPrabal, homes on with deadly accuracy at max range, sinking target ship. #StrikeFirst #StrikeHard #StrikeSure #हरकामदेशकेनाम pic.twitter.com/1vkwzdQxQV
— SpokespersonNavy (@indiannavy) October 23, 2020
નૌસેના દ્વારા પરીક્ષણ માટે એક જહાજનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જહાજ ઉપર મિસાઈલે સચોટ વાર કર્યો હતો તેમજ અમુક જ સમયમાં જહાજનાં ફૂરચા થઈ ગયા હતા તેમજ તેણે પાણીમાં જળ સમાધી લઇ લીધી હતી.
નૌસેના એ તેનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યો છે. તે વિડીયોમાં મિસાઈલ સચોટ રીતે લક્ષ્ય વેધ કરીને જહાજને ફૂંકી મારે છે તે સ્પષ્ટ પણે જોઈ શકાય છે. INS પ્રબલ એક કોર્વેટ પ્રકારની મિસાઈલ બોટ છે. જે કદમાં તો નાની છે પરંતુ પોતાની ક્ષમતાની દ્રષ્ટિએ બહુ શક્તિશાળી છે. આ પ્રકારની મિસાઈલ બોટ નૌ સેના દ્વારા દુશ્મન જહાજોનો સફાયો બોલાવવા માટે જ નૌ સેનામાં સમાવેશ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle