#BoycottChina: 20 જવાનો ગુમાવ્યા બાદ ભારતે ચાઈનાને આપ્યો જોરદાર જાટકો

ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે સોમવારે રાત્રે થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.  લદ્દાખની 14 હજાર ફૂટ ઉંચી ગાલવાન ખીણમાં વિશ્વના બે પરમાણુ શક્તિ ધરાવતા દેશ વચ્ચે આ અથડામણ થઈ હતી. ગાલવાન વેલી તે વિસ્તાર છે જ્યાં 1962 ના યુદ્ધમાં 33 ભારતીયો મૃત્યુ પામ્યા હતા.

છેલ્લા 41 દિવસથી બોર્ડર પર તણાવ હતો. તેને ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, 15 જૂનની સાંજથી તણાવ વધ્યો હતો. ભારતીય સેના વાટાઘાટો કરવા ગઈ હતી, પરંતુ ચીની સેનાએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 કરતાં વધારે સૈનિકો શહીદ થયા છે.

આ સમગ્ર ઘટના બાદ #BoycottChina અભિયાને વેગ પકડ્યો છે. ભારતીય રેલવેએ ચીનની કંપની બેઇજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિગ્નલ એન્ડ કૉમ્યૂનિકેશન લિમિટેડને આપેલા કૉન્ટ્રાક્ટને કેન્સલ કરી દીધો છે. આ કંપનીને કાનપુર-દીન દયાલ ઉપાધ્યાય સેક્શનને બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, આ લગભગ 417 કિલોમીટર લાંબો કૉરિડોર છે. ચીનની કંપનીને રેલવેએ જૂન 2016માં આ કૉન્ટ્રાક્ટ 417 કરોડમાં આપવામાં આવ્યો હતો. ચીન દ્વારા ગત 4 વર્ષોમાં માત્ર 20 ટકા કામકાજ જ થયું છે. કૉન્ટ્રાક્ટ કેન્સલ કરવાને લઇને કહેવામાં આવ્યું છે કે, કંપનીએ એગ્રીમેન્ટ પ્રમાણે આ પ્રોજેક્ટને લઇને ટેક્નિકલ ડૉક્યુમેન્ટ્સ જેવા લૉજિક ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલૉકિંગ જમા નથી કરી. આ ઉપરાંત સાઇટ પર કંપનીનો કોઈ એન્જિનિયર અથવા અધિકારી પણ હાજર રહેતો નહોતો.

રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કામમાં મોડું થવાની સંપૂર્ણ સંભાવના છે, કેમકે કંપનીએ અત્યાર સુધી કોઈપણ લોકલ એજન્સી સાથે કોઈપણ પ્રકારનો કોઈ કરાર નથી કર્યો. આવામાં કામકાજમાં ઝડપ કેવી રીતે આવી શકે છે? રેલવેનું એ પણ કહેવું છે કે આ મામલે ઘણીવાર કંપનીનાં અધિકારીઓ સાથે બેઠક થઈ, જેમાં તેમને આ સમસ્યાઓ વિશે ઘણી વખત જાણ કરવામાં આવી હતી તેમ છતા તેમણે આના ઉપર ધ્યાન આપ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *