બિકાનેર પછી વધુ એક ટ્રેન અક્સ્માત- એકસાથે 15 ડબ્બા ટ્રેક પરથી ઉતરી જતા… એકસાથે 10 ટ્રેનો થઇ…

ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝનમાં મથુરા-પલવલ (Mathura-Palwal) રૂટ પર માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગ્રા-દિલ્હી રેલ રૂટ (Agra-Delhi rail route)…

ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝનમાં મથુરા-પલવલ (Mathura-Palwal) રૂટ પર માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આગ્રા-દિલ્હી રેલ રૂટ (Agra-Delhi rail route) પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રૂટ પરની 10 ટ્રેનો રદ (10 trains canceled) કરવામાં આવી છે. તે જ સમયે, ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રેલ્વે અધિકારીઓ અને આરપીએફના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જેસીબીની મદદથી માલગાડીના કોચને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, સિમેન્ટથી ભરેલી માલગાડી મોડી રાત્રે મથુરાથી ગાઝિયાબાદ જઈ રહી હતી. ત્યારે છટીકરા પાસે અચાનક માલગાડીના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રેક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેનોના ડાયવર્ઝનને કારણે ઘણી ટ્રેનોના રૂટ ખોરવાયા હતા. મુંબઈથી આવતી રાજધાની શતાબ્દી સાપ્તાહિક ટ્રેન યુવા સ્પેશિયલ સહિતની મહત્વની ટ્રેનોને દિલ્હી પહોંચવા માટે અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

મથુરા રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરોની સામે એક વિકરાળ સમસ્યા ઉભી થઈ છે. રેલવે પ્રશાસન ટ્રેક પરથી કોચ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. જો કે ધુમ્મસના કારણે બચાવ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અકસ્માતની માહિતી મળતા જ રેલવે અને પોલીસ પ્રશાસનના સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ક્રેનની મદદથી ટ્રેકને સાફ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *