ભારતીય રેલ્વે એ ઐતિહાસિક નિર્ણય કરીને દેશભરની પેસેન્જર ટ્રેન સેવાઓને ૩૧મી માર્ચ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. માલ પરિવહન માટેની માલગાડીઓ શરુ રહેશે. આ પહેલા ૨૫ મી માર્ચ સુધી સ્થગીત કરશે તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ દેશમાં વધી રહેલા કોરોના ના કેસને ધ્યાનમાં લઈને આ નિર્ણય ૩૧ મી માર્ચ સુધી નો કરી દેવાયો છે.
Strengthening precautions against COVID-19, Railways has decided that no passenger train will run up to 31st March.
Let us work together as #IndiaFightsCorona pic.twitter.com/374b0V5sD3
— Piyush Goyal (@PiyushGoyal) March 22, 2020
જે મુસાફરોએ આ દરમ્યાન બુકિંગ કરાવ્યા છે તેમણે કોઈ પરેશાની વગર રીફંડ આપી દેવામાં આવશે. આ તમામ યાત્રીઓને 21-6-2020 સુધીમાં રીફંડ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. જે ટ્રેનો હાલ ઉપડી ગયેલી છે તેમના ગંતવ્ય સ્થાને પહોચ્યા બાદ અટકી જશે. ખાણીપીણી અને આવશ્યક સેવાઓનો નો માલવહન કરતી માલગાડીઓ કાર્યરત રહેશે.
Indian Railways cancels all passenger trains till March 31, due to #Coronavirus. pic.twitter.com/sKY70sU8v1
— ANI (@ANI) March 22, 2020
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા જનતા કર્ફ્યુના ભાગ રૂપે ભારતીય રેલ્વેએ આજે મધ્યરાત્રિથી રાત્રીના દસ વાગ્યા સુધી પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. આના પરિણામે 3,000 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.