કોરોના વાયરસથી દેશમાં 6 લોકોનું મૃત્યુ, 348 એ પહોંચ્યો દર્દીઓનો આંકડો

કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ નું એલાન કર્યું છે. એટલું જ…

કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ નું એલાન કર્યું છે. એટલું જ નહીં પીએમ મોદીએ સાંજે પાંચ વાગ્યે તમામ લોકોને પોતાની બાલ્કનીમાં ઊભા રહીને તાળી અને થાળી વગાડવાની અપીલ કરી છે. હકીકતમાં થાળી અને તાળી વગાડવી હે એવા લોકોને સુરક્ષિત રાખવા માટે ઉત્સાહ વધારે છે જે લોકો ઘરની બહાર નીકળી કામ કરી રહ્યા છે.જણાવી દઈએ કે દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં 80 ની આસપાસ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રવિવારની સવાર સુધી દેશભરમાં કોનાથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 348 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી જ લોકોનું મૃત્યુ થયું છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે, જ્યાં 74 કે સામે આવ્યા છે. કોનાથી દેશના 22 રાજ્યો પ્રભાવિત છે.

પટણામાં કોરોના થી મોત

પટણામાં દર્દીનું મૃત્યુ AIIMS માં થયું છે. ૩૮ વર્ષનો વ્યક્તિ કતારથી આવ્યો હતો.તેનું મૃત્યુ ગઈ કાલે સવારે થયું હતું પરંતુ મૃત્યુ બાદ સાંજે રિપોર્ટ આવ્યો જેમાં તે પોઝિટિવ નીકળી આવ્યો. જણાવી દઈએ કે પટણામાં કોરોના પોઝિટિવના બે કેસ સામે આવ્યા છે. જેમાં એકનું મૃત્યુ પટણામાં થઈ ગયું છે. બીજા નો ઈલાજ NMCH માં ચાલી રહ્યો છે. તેની સાથે જ દેશમાં મરનારની સંખ્યા 6 થઈ ગઈ છે અને સંક્રમિત લોકોની સંખ્યા 347 સુધી પહોંચી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *