યુક્રેન બોર્ડર પર ગુજરાતી દીકરીઓ સાથે બર્બરતા- ‘વોશરૂમ પણ નથી જવા દેતા, અને 48 કલાકથી ભૂખ્યા છે’

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેનમાં ફસાયેલા ભારતીય બાળકોને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારે અભિયાન શરૂ કર્યું છે. તેમને યુક્રેનના પડોશી દેશો હંગેરી અને રોમાનિયા મારફતે…

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેનમાં ફસાયેલા ભારતીય બાળકોને સુરક્ષિત પરત લાવવા માટે ભારત સરકારે અભિયાન શરૂ કર્યું છે. તેમને યુક્રેનના પડોશી દેશો હંગેરી અને રોમાનિયા મારફતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. યુક્રેનના જુદા જુદા ભાગોમાં ફસાયેલા ભારતીયોને પાછા ફરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુક્રેન બોર્ડર પર ગુજરાતી દીકરીઓ સાથે બર્બરતાની ઘટના સામે આવી છે. યુદ્ધ દરમ્યાન જીવ બચાવીને યુક્રેન બોર્ડર પર પહોંચેલા ભારતીયોને વોશરૂમ પણ યુઝ કરવા નથી દેવાતા તથા કેફેમાંથી કોઇ પણ વસ્તુ અપાતી નથી. કિવ છોડવાના આદેશ પછી વિદ્યાર્થીઓ ટ્રેનમાં 10 કલાક ઉભા રહીને લીવ પહોંચી રહ્યા છે. તેમ વડોદરાની બે જોડીયા બહેનોએ પોતાની આપવીતી વર્ણવતાં જણાવ્યું હતું.

યુક્રેનના ટેર્નોપીલની નેશનલ મેડિકલ કોલેજમાં વડોદરાની બે બહેનો અભ્યાસ માટે ગઈ હતી. રોમાનીયા બોર્ડર પર પહોંચી ગયેલી બંને વિદ્યાર્થીનીઓ ડિન્કી અને ડોલી કેશવાનીએ જણાવ્યું હતું કે, “યુક્રેન બોર્ડરથી 10 કિમી આગળ અમને ઉતારી દેવાયા. ત્યાંથી ચાલીને યુક્રેન બોર્ડર પહોંચ્યા. અમને રોમાનીયામાં એન્ટ્રી આપવામાં ના આવી. 48 કલાક બોર્ડર પર ભૂખ્યા રહ્યા હતા.”

વધુમાં જણાવતા ડિન્કી અને ડોલીએ કહ્યું કે, “બોર્ડર પર અમને યુક્રેનના લોકો વોશરૂમનો ઉપયોગ કરવા દેતા ના હતા. ત્યાંના એક કેફેમાં ભારતીયોને ખાવા-પીવાનું આપવાની ના પાડી દેવાઇ હતી. ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થઇ રહ્યો છે. કલાકો પછી પણ 8થી 10 ભારતીય વિદ્યાર્થીઓને એન્ટ્રી મળે છે. વિદ્યાર્થીઓને ધક્કા મરાય છે અને ગભરાવવા હવામાં ફાઇરીંગ પણ થાય છે. હવે અમે રોમાનીયા આવી ગયા છીએ.”

યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલ ખુશ્નમા પઠાણ નામની વિદ્યાર્થીએ આપવીતી વર્ણવતા જણાવ્યું કે, “કિવમાં અમે હોસ્ટેલમાં રહેતા હતા. ભારતીય એમ્બેસીએ કિવ છોડી દેવાનું કહ્યું હતું. અમે અમારો તમામ સમાન હોસ્ટેલમાં છોડીને ભાગ્યા હતા. કિવ સ્ટેશને અમારું ગ્રુપ પહોંચી ગયું હતું. જોકે ત્યાંથી લીવ જવા માટે ભારે ધસારો હતો. માંડ અમે ટ્રેનમાં ચઢ્યા હતા. ટ્રેનમાં ભારે ભીડ હતી. અમે સમાન સાથે ઉભા ઉભા લીવ સુધી પહોંચ્યા હતા. ત્યાંથી અમે ખાનગી બસ કરીને પોલેન્ડ બોર્ડર પર જવા રવાના થઇ ગયા છે. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *