ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો ભારત સહિત હવે વિશ્વભરમાં ધીરે-ધીરે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના(Corona)ના નવા એક્ટિવ કેસો(Active case)ની સંખ્યા 26 હજારની આસપાસ છે. લોકો પણ હવે ધૂમધામથી તમામ તહેવારો ઉજવી રહ્યાં છે. એવામાં રાજ્યમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે.
હવે જેમ ધીમે ધીમે તહેવારો નજીક આવી રહ્યાં છે, તેમ રાજ્યમાંથી કોરોનાને લગતા પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ દરમિયાન ઓમિક્રોનના સબ વેરિઅન્ટ્સ BF.7 અને XBB ઘણા દેશોમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનના નવા BF.7 વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે.
જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ડ્રાઈવ ઈન રોડ નજીક રહેતા 60 વર્ષીય વૃદ્ધમાં આ વાયરસ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જોકે આ દર્દીને દાખલ કરવાની જરૂર ન હોતી પડી. આટલું જ નહિ પણ દર્દીની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ ન હોતી. પરંતુ સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ દ્વારા દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની તપાસ હાથ ધરી હતી. કારણ કે આ સબ વેરિએન્ટ સંક્રમિત છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની સંરચરણ ક્ષમતા પણ વધારે છે.
15મી જુલાઈએ આ દર્દીના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) માં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. જિનોમ સિક્વન્સિંગમાં વાઈરસનો સ્ટ્રેન BF.7 હોવા અંગે સોમવારે મ્યુનિસિપલને જાણ કરવામાં આવી હતી. આથી, મ્યુનિસિપલે આરોગ્ય વિભાગની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકો તપાસ કરવામાં આવી હતી. જોકે તે પૈકી એક પણમાં તેના લક્ષણો જોવા મળ્યા ન હતા.
નિષ્ણાંતના જણાવ્યા મુજબ, આ સબ વેરિઅન્ટને લઇને એડવાઇઝરી જાહેર કરતા કહ્યું છે કે, અત્યારથી માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. તેની સાથે જ જો વાયરલના લક્ષણ દેખાય તો પોતાને આઇસોલેટ થવું પણ અત્યંત જરૂરી છે. BF.7 વેરિઅન્ટ અન્ય ઓમિક્રોન સબ-વેરિઅન્ટની તુલનામાં અગાઉના વેક્સિનેશન અને એન્ટીબોડીથી બચી શકે છે એટલા માટે આ વેરિઅન્ટને વધુ સંક્રમિત ગણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.