ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ભારતનો GDP ધારણા કરતા ખૂબ જ ઓછો : IMF

India's GDP is much lower than expected: IMF

ભારતનો આિાૃર્થક વિકાસ ધારણા કરતા વધારે નબળો રહ્યો છે તેમ આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે. આઇએમએફએ ભારતના નબળા આિાૃર્થક વિકાસ માટે કોર્પોરેટ અને પર્યાવરણ નિયામકની અનિશ્ચિતતા તાૃથા કેટલીક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની(એનબીએફસી)ની નબળાઇઓને જવાબદાર ગણાવી છે.

તાજેતરના સત્તાવાર આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રાૃથમ કવાર્ટરમાં  જીડીપી ઘટીને પાંચ ટકા રહ્યો હતો. જે છેલ્લા વર્ષનો સૌથી ઓછો છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)એ જુલાઇમાં જ જણાવ્યું હતું કે ૨૦૧૯ અને ૨૦૨૦માં ધીમા આર્થક વિકાસની શક્યતા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે બંને વર્ષોમાં ભારતના આર્થક વિકાસમાં ૦.૩ ટકાનો ઘટાડો જોવા મળશે. આઇએમએફએ અંદાજ મૂક્યો હતો કે ૨૦૧૯માં ભારતનો જીડીપી સાત ટકા અને ૨૦૨૦માં ૭.૨ ટકા રહેશે.

જો કે વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક નાણાકીય સંસૃથાએ જણાવ્યું છે કે ભારત હજુ પણ વિશ્વનો સૌૈથી ઝડપાથી વિકાસ કરતું અર્થતંત્ર બની રહેશે. આઇએમએફના જણાવ્યા અનુસાર ભારતનો આિર્થક વિકાસ ચીન કરતા વધારે રહેશે.

આઇએેમએફના પ્રવક્તા ગેરી રાઇસે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે  અમે ટૂંક સમયમાં ભારતીય આૃર્થતંત્રના વિકાસના નવા આંકડા રજૂ કરીશું. ભારતના ધીમા આિાૃર્થક વિકાસ માટે કોર્પોરેટ અને પર્યાવરણ નિયામકની અનિશ્ચિતતા તથા કેટલીક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની(એનબીએફસી)ની નબળાઇઓે જવાબદાર  છે.

ભારતના તાજેતરના જીડીપી આંકડા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રાઇસે જણાવ્યું હતું કે આઇએમએફ ભારતની આિર્થક સ્થિતિની સમીક્ષા કરશે. ગયા મહિને જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર મેન્યુફેકચરિંગ અને કૃષિ સેક્ટરના નબળા દેખાવને પગલે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલ જૂન સુધીના કવાર્ટરમાં જીડીપી ઘટીને પાંચ ટકા રહ્યો છે. જે છેલ્લા છ વર્ષનો સૌૈથી ઓછો જીડીપી છે.

આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટરમાં જીડીપી ૪.૩ ટકા હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮-૧૯ના જાન્યુઆરી-માર્ચ સુધીના કવાર્ટર જીડીપી આઠ ટકા રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.