વાત શૂન્ય થી વિરાટ સુધીની સિદ્ધિઓની… 2023માં ભારતે ભરી વિકાસની હરણફાળ- વિશ્વના ટોપ-5 અર્થતંત્રમાં દેશનો સમાવેશ

India inclusion in the world top-5 economies: વિશ્વભરમાં ભારત દેશ આજે એક મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે.એ પછી ડિજિટલ ક્ષેત્ર હોય, ટેક્નોલોજી ક્ષેત્ર, આરોગ્ય…

India inclusion in the world top-5 economies: વિશ્વભરમાં ભારત દેશ આજે એક મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે.એ પછી ડિજિટલ ક્ષેત્ર હોય, ટેક્નોલોજી ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર હોય કે પછી ડિફિન્સ ક્ષેત્ર. તમામ ક્ષેત્રોમાં આજે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેમ કે અર્થતંત્રની વાત કરીએ તો પહેલાં ભારત વિશ્વના ટોપ-10 અર્થતંત્રમાં પણ નહોતું પરંતુ 2023માં ભારત પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે.(India inclusion in the world top-10 economies) ત્યારે આજે જોઇશું કે, ભારતે કઇ એવી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી લીધી છે કે જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની એક આગવી ઓળખ ઊભી કરી.

એક રસપ્રદ બાબત એ છે કે ભારતને 1 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવામાં કુલ છ દાયકા લાગી ગયા. IMFના દસ્તાવેજ અનુસાર, 1947થી 60 વર્ષ બાદ એટલે કે 2007માં ભારતે 1 ટ્રિલિયન ડૉલરનું GDPનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. તે વર્ષે આપણી અર્થવ્યવસ્થા 1.2 ટ્રિલિયન ડૉલર હતી.(India inclusion in the world top-5 economies) ત્યાર બાદ ભારતે પોતાની આર્થિક નીતિઓમાં વ્યાપક સુધારા કર્યા અને 2014 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા 2 ટ્રિલિયન ડૉલર થઈ ગઈ. આગામી સાત વર્ષમાં ભારતના અર્થતંત્રમાં ફરી 1.2 ટ્રિલિયન ડૉલર ઉમેરાયા. જો આપણે IMFના અંદાજ પર નજર કરીએ તો 2027 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા $5.2 ટ્રિલિયન થઈ જશે, એટલે કે માત્ર છ વર્ષમાં જ ભારતીય અર્થતંત્રમાં $2 ટ્રિલિયનનો ઉમેરો થશે.

તમને જણાવી દઇએ કે, ભારતના વિકાસમાં આરોગ્ય ક્ષેત્ર તેમજ શિક્ષણ ક્ષેત્રમાં સુધારો એ પણ કેન્દ્રસ્થાને રહ્યો છે. નેશનલ હેલ્થ મિશન જેવી પહેલના કારણે આરોગ્ય ક્ષેત્રે પણ સેવાઓનો વિસ્તાર થતા દેશમાં માતા તેમજ બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના કારણે સમગ્ર દેશમાં શાળા પ્રવેશ તેમજ સાક્ષરતા દરમાં પણ વધારો થયો છે.

ભારતે 101 દેશોને કોરોના વેક્સિન Covax સપ્લાય કરી આખાય જગતનું દિલ જીતી લીધું હતું. આથી હેલ્થ સેક્ટરમાં આ ઉપલબ્ધિને કાયમ યાદ રખાશે. કોરોના મહામારી દરમ્યાન વેક્સિનેશનમાં પણ ભારત ખૂબ જ અગ્રેસર રહ્યું હતું. એ સિવાય દેશમાં કોરોના દરમ્યાન અંદાજે 34 લાખથી વધારે લોકોને બચાવવામાં ભારત સફળ નિવડ્યું હતું. એવું કહેવાય છે કે, ભારતમાં વેક્સિનેશન અભિયાનના લીધે અંદાજે 18.3 અરબ ડૉલર એટલે કે 15.17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન પણ થતા અટક્યું હતું.

છેલ્લા કેટલાંય વર્ષોથી સ્પેસ સેક્ટરમાં ભારતે પોતાની પક્કડ મજબૂત બનાવી કરી લીધી છે. જે રીતે આજે ભારતે સ્પેસ સેક્ટરમાં પોતાનો વિસ્તાર કરી લીધો છે તેને જોતા આજે દુનિયાભરમાં ભારતની વાહવાહી થઇ રહી છે. મિશન માર્સથી લઇને મૂન મિશન સુધી દરેક જગ્યાએ ભારતે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ભારતની મદદથી આજે અન્ય દેશના પણ સેટેલાઇટ અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. ભારત 100થી વધારે સેટેલાઇટ લોન્ચ કરવાનો પણ રેકોર્ડ બનાવી ચૂક્યો છે.

તમને જણાવી દઇએ કે, એક સાયકલ પર પ્રથમ રોકેટ લઇ જવાથી માંડીને આજે છેક અન્ય દેશોના સેટેલાઇટને લોન્ચ કરવા સુધીની સફર કંઇ આસાન નથી. ભારત ચંદ્ર સુધી પહોંચનાર વિશ્વનો ચોથા નંબરનો દેશ બન્યો છે. ભારત ચંદ્રયાન-3 બાદ આદિત્ય L-1થી લઇને ગગનયાન સુધી અનેક અંતરિક્ષ મિશનો પર કામ કરી રહ્યું છે જે વિશ્વને બદલવાની તાકાત ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *