WPL 2024 Auction: ગુજરાત જાયન્ટ્સ એ WPL માટે પંજાબની યુવતી પર વરસાવ્યા કરોડો રૂપિયા, જાણો શું ખાસ છે આ પ્લેયર માં

WPL 2024 Auction Kashvee Gautam in GT: 20 વર્ષની કાશવી ગૌતમ (Kashvee Gautam) માટે શનિવાર કાયમ માટે યાદગાર બની ગયો. આ યુવા ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને…

WPL 2024 Auction Kashvee Gautam in GT: 20 વર્ષની કાશવી ગૌતમ (Kashvee Gautam) માટે શનિવાર કાયમ માટે યાદગાર બની ગયો. આ યુવા ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને વિમેન્સ પ્રીમિયર લીગની (WPL 2024 Auction) હરાજીમાં 2 કરોડ રૂપિયાની રેકોર્ડ કિંમતમાં ખરીદવામાં આવી છે. કાશવી સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે. તેણે ભારતની વૃંદા દિનેશને પાછળ છોડી દીધી છે, જેને આ જ હરાજીમાં 1 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

 WPL 2024 Auction ગુજરાત જાયન્ટ્સે કાશવીને ખરીદવામાં સફળતા મેળવી

કાશવીની મૂળ કિંમત 10 લાખ રૂપિયા હતી. ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે આ ખેલાડી માટે લાંબી બોલીની લડાઈ ચાલી હતી. આ જ કારણ હતું કે થોડી જ મિનિટોમાં કાશવીની કિંમત 10 લાખ રૂપિયાથી વધીને 2 કરોડ રૂપિયા થઈ ગઈ. ગુજરાત જાયન્ટ્સની રૂ. 2 કરોડની બોલી પછી, યુપી વોરિયર્સે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો.

કુંબલે જેવી સિદ્ધિ મેળવી હતી

કાશવી વર્ષ 2020માં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે અંડર-19 ODI ટ્રોફીમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવી. ચંદીગઢની કેપ્ટનશીપ કરતી વખતે કાશવીએ અરુણાચલ પ્રદેશની ટીમની તમામ 10 વિકેટ લીધી હતી. જેમાં હેટ્રિક પણ સામેલ હતી. આટલું જ નહીં, તેણે બેટથી ટીમ માટે યોગદાન આપ્યું અને 49 રન બનાવ્યા.

ભારતને એશિયન ચેમ્પિયન બનાવ્યું

કાશવી એસીસી ઇમર્જિંગ એશિયા કપ જીતનાર ટીમનો પણ ભાગ હતી. તેણે તાજેતરમાં BCCI સિનિયર મહિલા ઇન્ટર ઝોનલ T20 ટ્રોફીમાં હેટ્રિક પણ લીધી હતી. આ કારણોસર તેને ભારત Aમાં સ્થાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *