India largest LULU mall will be built in Ahmedabad: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ પછી હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનવા જઈ રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લુલુ ગ્રુપે અમદાવાદમાં (India largest LULU mall will be built in Ahmedabad) દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટમાં રૂ. 4,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલ આલ્ફા વન એ અમદાવાદનો સૌથી મોટો મોલ છે.
અમદાવાદને ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. તે 12 લાખ ચોરસ ફૂટમાં બનેલ છે. તેના નિર્માણ પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લુલુ ગ્રુપે જણાવ્યું છે કે મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ કરવામાં આવશે. આ મોલ અમદાવાદના એસપી રીંગ રોડ પર બને તેવી અપેક્ષા છે.
અમદાવાદની જરૂરિયાતો પૂરી થશે
લુલુ ગ્રુપે અમદાવાદમાં મોલ બનાવવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ વાઈબ્રન્ટ સમિટમાં આ મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં બંધાનારા આ મોલને વિશ્વની તમામ મોટી બ્રાન્ડ ઉપલબ્ધ સાથે વિશ્વ કક્ષાના મનોરંજન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ મોલમાં લોકોના મનોરંજન માટે મોટા પાર્કિંગ, વધુ મલ્ટીપ્લેક્સ સાથે વધુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારને આશા છે કે આ મોલના નિર્માણથી રાજ્યના સૌથી મોટા શહેર અને નાણાકીય કેન્દ્રની તમામ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. અહીં આવતા પ્રવાસીઓ એક જ જગ્યાએ તમામ બ્રાન્ડ મેળવી શકશે.
શું સુવિધાઓ હશે?
લુલુના આ સૌથી મોટા મોલમાં 300 થી વધુ સ્થાનિક અને વિદેશી બ્રાન્ડ્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ગ્રુપનો દાવો છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાઈબ્રન્ટ અને ક્રિકેટ મેચ ઈવેન્ટ દરમિયાન આ મોલ લોકો માટે એક મનોરંજનનું કેન્દ્ર બની શકશે. આ મોલનું ફૂડ કોર્ટ પણ સૌથી વિશાળ હશે. જેમાં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી અને અન્ય વાનગીઓની મજા માણી શકશે. મોલમાં 15 મલ્ટિપ્લેક્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઈન્ટરનેશનલ લેવલના મોલ
ગુજરાતી મુવીથી લઈને બોલિવૂડ અને હોલીવુડ સુધીની ફિલ્મો એક સાથે મોલમાં જોઈ શકાશે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મોલમાં ખાસ કરીને બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે મનોરંજન કેન્દ્રો બનવામાં આવશે. હાલમાં દેશનો સૌથી મોટો મોલ કોચીમાં છે. આ પણ લુલુ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેના 225 થી વધુ આઉટલેટ્સ છે. આ સાથે, 100 થી વધુ બ્રાન્ડ્સ અહીં હાજર રહશે. આ ફૂડ કોર્ટની ક્ષમતા 2500 લોકોની છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube