એરહોસ્ટેસનો આ વિડીયો જોઇને દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જશે, કરોડો લોકોએ જોયેલો વિડીયો તમે જોયો કે નહિ?

સોસિયલ મીડિયા પર કેટલાક ડાન્સનાં વિડીયો ખુબ વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ ડાન્સનાં વિડીયોને લઈ જાણકારી સામે…

સોસિયલ મીડિયા પર કેટલાક ડાન્સનાં વિડીયો ખુબ વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ ડાન્સનાં વિડીયોને લઈ જાણકારી સામે આવી છે ત્યારે આવો જાણીએ વિગતે… શ્રીલંકાના ગાયક યોહાની દિલોકા ડી સિલ્વાનું ગીત Manike Mage Hithe સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.

આની સાથે-સાથે જ નેટિઝન્સ ટ્રેકનો ઉપયોગ તેમના વીડિયો તેમજ રીલ્સ માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને તો ઇન્સ્ટાગ્રામ પર મણિકે મેજ હિથે સુપરહિટ છે તેમજ અમને ખાતરી છે કે તમને આ ગીત પહેલેથી જ ખુબ ગમ્યું હશે.

ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો:
હાલમાં ખુબ વાયરલ થયેલ ઇન્ડિગોની એર હોસ્ટેસનો આ વિડીયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે. ખાલી ફ્લાઇટમાં Manike Mage Hithe ગીત પર નાચતી હોવાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 13 મિલિયન વ્યૂઝની સાથે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

ખાલી ફ્લાઈટમાં એર હોસ્ટેસનો ડાન્સ:
તેના યુનિફોર્મમાં આયત ઉર્ફ આફ્રીને બ્રેક વખતે ફ્લાઇટમાં Manike Mage Hithe પર ડાન્સ કર્યો હતો. ફ્લાઇટ ખાલી હતી જ્યારે તેનો વીડિયો તેના એક સહયોગી દ્વારા રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. લોકોને આયતના એક્સપ્રેશન તથા તેના ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ ગમી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો આ  વીડિયો:
ઇન્ડિગોની એર હોસ્ટેસ આયતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે કેટલાક લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આની સાથે જ તેને શેર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. વીડિયો અપલોડ થતાનાં થોડા જ સમયમાં તેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *