અનોખો ચમત્કાર: જાણો એવું તો શું થયું કે, હવાથી આ મહિલા થઇ ગઈ ગર્ભવતી- કારણ છે ચોંકવનારૂ

એક મહિલાએ એવો વિચિત્ર દાવો કર્યો છે કે તમને પણ આશ્ચર્ય થશે. મહિલાનો દાવો છે કે, તે હવા દ્વારા ગર્ભવતી થઈ છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે, તેણે કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી, અચાનક તે સુતા-સુતા જ હવાથી ગર્ભવતી થઈ ગઈ.

મહિલાના આશ્ચર્યજનક દાવા મુજબ, તે બપોરે પ્રાર્થના કર્યા પછી તે તેના રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે તેના શરીરમાં હવા પ્રવેશી રહી છે. આ ઘટનાના 15 મિનિટ બાદ તેના પેટમાં દુ:ખાવો થવા લાગ્યો અને તેનું પેટ મોટું થવા લાગ્યું. ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો.

મહિલાની વિચિત્ર વાર્તા થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ. આ પછી, સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના વડા આ મામલે પૂછપરછ કરવા મહિલા પાસે પહોંચ્યા. આ સમય દરમિયાન તેને ખબર પડી કે મહિલાના લગ્ન થઈ ગયા છે. હવે તે તેના પતિથી અલગ રહે છે. તેની પાસે પહેલેથી જ એક બાળકી છે. કોમ્યુનિટી ક્લિનિકના વડા, ઇમાન સુલેમેને કહ્યું કે, ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માતા અને બાળક સ્વસ્થ છે.

સામાન્ય ડિલિવરી થઈ છે. બાળકનું વજન 2.9 કિલો છે. સુલેમેને કહ્યું કે આ ‘ગુપ્ત ગર્ભાવસ્થા’નો કિસ્સો લાગે છે, જેમાં સ્ત્રીને ડિલિવરી પહેલાં ગર્ભાવસ્થા મહેસુસ થતી નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાના અગાઉના લગ્ન સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *