સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થીને 12 ધોરણ પાસ કરવા માટે તેની યોગ્ય ઉંમર 17 થી 18 વર્ષની છે. પરંતુ હાલ એક એવી વિદ્યાર્થીની ની વાત સામે આવી છે કે, જેણે 12 વર્ષની ઉંમરે જ 12મું ધોરણ પાસ કરી દીધું છે. આ ખરેખર પ્રશંસાની વાત કહેવાય કે, આટલી નાની ઉંમરે કોઈ દીકરીએ 12મું ધોરણ પાસ કર્યું હોય… DAVVમાં એક એવી વિદ્યાર્થીનીએ એડમિશન લીધું છે કે જેણે, માત્ર 11 વર્ષની ઉંમરમાં જ દસમાં ધોરણની પરિક્ષા પાસ કરી દીધી છે. અને ઇન્ડિયા બુક ઓફ એવોર્ડમાં તેનું નામ નોધાઇ ચુક્યું છે. બીજા જ વર્ષે, 12 વર્ષની ઉંમરે, તેણે 12મું પાસ પણ કર્યું અને એશિયા બુક ઓફ એવોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. હાલ બી.એ.માં પ્રવેશ સાથે, 13 વર્ષિય તનિષ્કાના ચર્ચા ફક્ત ઇન્દોરમાં જ નહીં, પણ સમગ્ર દેશમાં થઈ રહ્યા છે.
એરોડ્રમની રહેવાસી તનિષ્કા તેની માતા અનુભા સાથે રહે છે. કોરોનાથી તેના પિતાનું અવસાન થયું. કુલપતિ અને ઉચ્ચ શિક્ષણ વિભાગની વિશેષ પરવાનગીથી નવેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, પરંતુ હાલના સમયમાં તેનું એડમિશન કન્ફર્મ થયું છે. તનિષ્કાની બીજી એક ખાસ વાત તે છે કે તે આંખ પર પાટા બાંધીને લખી અને વાંચી શકે છે. તેની આ ચમત્કારી ટેવોને કારણે, તેણીને હંમેશાં અસામાન્ય વિદ્યાર્થીનો દરજ્જો આપવામાં આવે છે.
8 વર્ષની ઉંમરે 5 મું ધોરણ પાસ કર્યું…
તનિષ્કાએ અઢી વર્ષની ઉંમરે નર્સરી અને સાડા આઠ વર્ષની ઉંમરે પાંચમું ધોરણ પાસ કરી નાખ્યું છે. આ પછી, તેણે હોમ સ્કૂલિંગ શરૂ કર્યું, પરંતુ 11 વર્ષની ઉંમરે, તેમણે ખાસ પરવાનગી સાથે માલવા કન્યા સ્કૂલમાંથી 10 મા ધોરણનું ખાનગી ફોર્મ સબમિટ કરીને પરીક્ષા પાસ કરી. અને આ એક્ઝામમાં તેણીએ પ્રથમ સ્થાન પણ મેળવ્યું. આટલી નાની ઉંમરે 10 માં પાસ થવા બદલ તેમને ઈન્ડિયા બુક એવોર્ડથી નવાજવામાં આવી હતી. પછીના વર્ષે, તેણીએ 12 માં ધોરણની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. 12 વર્ષની ઉંમરે, તનિષ્કાએ 12 મુ ધોરણ પણ પાસ કરી લીધું. આ સિદ્ધિ માટે તેણીને એશિયા બુક રેકોર્ડ્સથી નવાજવામાં આવી હતી. હવે સાંસદ શંકર લાલવાણીની વિશેષ સહાયથી તેમણે સરકારની વિશેષ પરવાનગીથી ડીએવીવીમાં પ્રવેશ લીધો છે.
પિતા કોરોનાથી ગુજરી ગયા, હવે હું તેનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગુ છું…
તનિષ્કના પિતા સુજિતનું તાજેતરમાં કોરોનાથી અવસાન થયું હતું. હવે તે તેના પિતાના સ્વપ્નને પૂર્ણ કર્યા પછી ન્યાયાધીશ બનવા માંગે છે. તે કહે છે કે, આટલી નાની ઉંમરે કોલેજ શરૂ કરવું એજ મારું લક્ષ્ય નથી પરંતુ મારે તો મારા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવું છે એ મારું લક્ષ્ય છે. તેમણે મને ખાસ પ્રોત્સાહન આપ્યું છે. મને આ મુકામે પહોચડવા તેમણે ખુબ મદદ કરી છે. હવે હું એવા પ્રયત્નો કરીશ કે મારા પપ્પાના સપનામાં કોઈ રુકાવટ ના આવે અને જલ્દીથી હું તેને હાંસલ કરું. અને જો મને BA LLBમાં એડમીશન મળી ગયું તો હું દિવસ રાત દસ ગણી મહેનત કરીશ. સૈથી નાની ઉંમરે જજ બનીને હું મારા પિતાનું સ્વપ્ન પૂરું કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle