પડોશમાં રહેતા જ યુવકે, યુવતીને 2.5 લાખમાં વેચી દીધી- પિતાએ અપહરણનો આરોપ લગાવી…

હાલમાં જ ઈન્દોરમાંથી(Indore) એક મામલો સામે આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે, એક પિતાએ પોતાના જ પાડોશી પર ગંભીર આરોપ લગાવ્યા છે. મળેલી માહિતી અનુસાર, ચંદન નગરના ગાંધી પેલેસમાં રહેતી એક યુવતીના પિતાએ પોતાના જ પાડોશી યુવક પર પુત્રીને વેચવાનો આરોપ લગાવ્યો છે. આરોપીએ પુત્રીને કેટરિંગનું કામ કરાવવાના બહાને રાજસ્થાન(Rajasthan) લઈ ગયો હતો. ત્યાર પછી તેણે ત્યાં પુત્રીનો 2.5 લાખમાં સોદો કરી નાખ્યો હતો.

પુત્રી ઘરે પરત ન આવતા પિતાએ તે બાબતે તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પાડોશીએ આ દીકરીનો રાજસ્થાનના બાંસવાડામાં રહેતા એક યુવક સાથે 2.5 લાખ રૂપિયામાં સોદો કર્યો છે. પોલીસ દ્વારા ચાર લોકો સામે માનવ સ્મગલિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

ચંદન નગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, છોકરીને રાજસ્થાનમાં વેચવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં બોરિયા ગામનો નિવાસી અંકિત, સમર્થ પાટીદાર, લવકુશ, આસોડા ગામનો નિવાસી અભિષેક, બાંસવારા અને ઉજ્જૈનના રહેવાસી સરોજ ઉર્ફે ઈશુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અંકિત અને બે મહિલાઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ કેટલાક લોકોના નામ સામે આવ્યા છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.

મળેલી માહિતી અનુસાર છોકરીના માતા-પિતા 16 ફેબ્રુઆરીએ ચંદન નગર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પુત્રીને રાજસ્થાનમાં લઈ જઈને વેચી દીધી હોવાની ફરિયાદ કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે, આરોપી અંકિત તેમના ઘર પાસે રહે છે. 16 ફેબ્રુઆરીના રોજ, તે તેની પુત્રીને કેટરિંગનું કામ કરાવવા માટે તેની સાથે ઉજ્જૈન લઈ ગયો. બાદમાં તે પરત ફર્યો ન હતો.

ઘણી તપાસ બાદ જાણવા મળ્યું કે, આરોપીએ પુત્રીને 2.5 લાખમાં વેચીને રાજસ્થાનના બાંસવાડામાં રહેતા અશોક પાટીદાર સાથે લગ્ન કરાવ્યા હતા. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી અગાઉ હીરાનગર પહોંચી હતી. અહીંથી તે બાકીના લોકો સાથે રાજસ્થાન ગઈ હતી. ટીઆઈના જણાવ્યા અનુસાર, ચંદનનગર પોલીસ છોકરીની શોધમાં બાંસવાડા પહોંચી હતી. ત્યાંથી માહિતી મેળવ્યા બાદ પોલીસ અશોકના ઘરે પહોચીં હતી.

અશોકના ઘરેથી યુવતી મળી આવી હતી. તેને બાંસવાડાના પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તે યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું ત્યારે તે દીકરીએ તેના માતા-પિતા સાથે ઈન્દોર આવવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે કહ્યું કે તે તેના પતિ અશોક સાથે રહેવા માંગે છે. આ પછી પોલીસ ખાલી હાથે ઈન્દોર આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *