ફેનીલે બે મહિના અગાઉ જ ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો- કોણ વિડીયો ડીલીટ કરવા મથ્યુ હતુ? ગ્રીષ્માના પરિવારજને પણ કેટલીક વાતો છુપાવી

ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસની (Grishma Murder case) તપાસ કરી રહેલા ડિવાયએસપી ભગવતસિંહ વનાર એ ઘટના પહેલાના બે મહિનાથી માંડી ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધીની વાત ત્રિશુલ…

ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસની (Grishma Murder case) તપાસ કરી રહેલા ડિવાયએસપી ભગવતસિંહ વનાર એ ઘટના પહેલાના બે મહિનાથી માંડી ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધીની વાત ત્રિશુલ ન્યુઝને જણાવી હતી.

ફેનીલ ગોયાણી (Fenil Goyani) એ બે મહિના અગાઉ જ ગ્રીષ્માની હત્યાનો પ્લાન ઘડી લીધો હતો. અને હત્યા દરમ્યાન થયેલા બે હથિયારમાંથી એક હથિયાર બે મહિના અગાઉ જ તેણે ખરીદી લીધુ હતું. જ્યારે બીજો હથિયાર ઘટનાના થોડા દિવસ અગાઉ ખરીધ્યું હતું. વધુ એક હથિયાર તેણે ઓનલાઈન વેબસાઈટ માંથી મંગાવ્યું હતું, પરંતુ તેની ડિલિવરી મોડી થવાની હોવાથી તેણે તે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો.

પ્રેમની ધૂનમાં સવાર ફેનીલે પોતાના મગજમાં તેણે ઘણા દિવસ અગાઉ જ નક્કી કરી લીધું હતું કે, તે ગ્રીષ્માની હત્યા કરશે. આ વાત તેણે તેના મિત્ર વર્તુળમાં પણ જણાવી હતી. પરંતુ તેના મિત્રો આ વાતને મજાકમાં ગણી રહ્યા હતા. ફેનીલ pubg ગેમ નો શોખીન હતો અને તે સતત હથિયારો કેવી રીતે ચલાવવા, તેના વિડીયો પણ જોતો રહેતો હતો. તેણે એકે ફોર્ટી સેવન કેવી રીતે ચલાવવી તે પણ સર્ચ કર્યુ હતુ. તે સતત અશ્લીલ અને અહિંસા દેખાડતી વેબ સીરીઝ પણ જોતો હતો.

ઘટનાના દિવસની વાત કરીએ તો તે સવારે ઊઠીને તેના એક મિત્ર સાથે મિત્ર ની બાઈક પર મોટા વરાછા ખાતે કાફે માં ગયો હતો . તે ઘરેથી સ્કુલ બેગ લઈને નીકળ્યો હતો. જેમાં બંને હથિયાર રાખવામાં આવ્યા હતા. તે બેગ મોટા વરાછા ખાતે કાફે પર મૂકીને ઘડિયાળ રીપેરીંગ માટે તેના મિત્રની સાથે ગયો હતો. ઘડિયાળ રીપેરીંગ બાદ તેણે બાજુની દુકાનમાં થી ડ્રાયફૂટ ખરીદીને ખાધુ હતું અને તેના મિત્ર સાથે અમરોલી જે જેડ શાહ કોલેજ તરફ ગયો હતો.

તેના મિત્રને કોલેજ થી દૂર ઊભો રાખીને તે ગ્રીષ્માને જોવા કોલેજ તરફ ગયો. જ્યાં તેને ગ્રીષ્માની ફ્રેન્ડ મળી જતાં તેણે તેને ગ્રીષ્માને બોલાવી આપે એવું કહ્યું. ત્યારે ગ્રીષ્માની બહેનપણીએ કહ્યું કે, અત્યારે લેક્ચર શરૂ છે અને મારે લગ્નમાં જવાનું હોવાથી હું ઘરે જઈ રહી છું. ગ્રીષ્મા અત્યારે ફોન નહિ ઉપાડે. ત્યારબાદ તેની બહેનપણી ઘરે જવા રવાના થઈ હતી. પરંતુ ફેનીલ ગોયાણી ત્યાં જ ઊભો રહ્યો હતો.

આ દરમિયાન કોલેજ છૂટતા ગ્રીષ્મા બહાર આવી અને તે ફેનીલ ને જોઈ જતા તે છુપાઈ ગઈ અને આ વાતની જાણ ફેનીલને રહી નહોતી. તેથી ગ્રીષ્માએ તેના કૌટુંબિક સગાને બોલાવી લીધા અને તેના કૌટુંબિક સગા તેને ઘર સુધી મૂકવા આવ્યા. ફેનીલ રાહ જોઈને થાકી ગયા બાદ પરત જતો રહ્યો અને ગ્રીષ્માની સોસાયટી સુધી પહોંચી ગયો. આ દરમિયાન તેણે તેના મિત્રને રવાના કરી દીધો હતો. Cafe પરથી બેગ લઈને ગ્રીષ્માની સોસાયટી ના ગેટ પાસે ફિલ્ડિંગ ભરી હતી.

આ દરમિયાન ગ્રીષ્માનો ભાઈ દૂધ લેવા નીકળ્યો હતો. ત્યારે તેને ધ્યાને આવ્યું હતું કે ફેનિલ ત્યાં ઉભો છે. એટલે તેણે તેના મોટા પપ્પા ને આ વાત જણાવી અને તે બંને ફેનિલ ને સમજાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન જ ફેનીલ એ ગ્રીષ્મા ના મોટા પપ્પાને ચાકુ હુલાવી દીધું હતું. આ જોઈને ગ્રીષ્માના ભાઈએ ચાકુ પકડી લીધું. જેને કારણે તેને હાથમાં ઇજા થઇ, અને આ સમયે જ ફેનીલે તેણે માથામાં ચપ્પુ પણ મારી દીધુ.

આ દરમિયાન અવાજ થતાં ફેનીલ એ ભાગવાની કોશિશ કરી પરંતુ લોકો ભેગા થઇ જતાં. તે શેરીની અંદર ભાગ્યો.
શેરીમાં ગ્રીષ્મા તેના ભાઈ અને મોટા પપ્પાને ઇજાગ્રસ્ત જોતા બહાર દોડી આવી હતી અને આ તકનો લાભ જોઈને ફેનીલે ગ્રીષ્માને પકડી લીધી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે અનુસાર એને ફેનિલે કોઈ જ પ્રકાર ની દયા રાખ્યા વગર પ્રેમની આંધળી લતમાં ગ્રીષ્માની ઘાતકી હત્યા કરી દીધી હતી. અને તરફડતી ગ્રીષ્મા ને બચાવવા પણ કોઈને નજીક આવવા દીધા ન હતા.

પોલીસ પહોંચી જતાં પોલીસે લાકડાંના ઉપયોગથી આરોપી ફેનિલ ને ધક્કો મારી ને દબોચી લીધો હતો. અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. આ ઘટના બાદ પરિવારજનના કહ્યા મુજબ કરુણેશ નામનો પાટીદાર આગેવાન વિડીયો ડીલીટ કરાવવા આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ વિડીયો ઉતારનારને આસપાસના લોકોએ હિંમત આપીને વિડીયો ડીલીટ કર્યો નહોતો. જોકે આ બાબતે પરિવાર દ્વારા પોલીસને કોઈ રજૂઆત ન કરાતા પરિવાર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

ગ્રીષ્માના પરિવાર દ્વારા મીડિયાને ફેનિલ દ્વારા કરવામાં આવતા મારી નાખવાના અને 50000 રૂપિયા માંગ્યા હોવાના મેસેજ પણ બતાવવામાં આવ્યા હતા જે પરિવારના સભ્યે પોલીસને બતાવ્યા નથી. એક વર્ષ અગાઉના મારી નાખવાની ધમકી વાળા મેસેજ બાદ પણ પરિવારે પોલીસનું શરણું લીધું નહોતું. જેની સજા આજે ગ્રીષ્માને મળી હોવાનું પણ લોકો ચર્ચી રહ્યા છે.

એસીપી ભગવતસિંહ વનાર દ્વારા કરૂણેશની આઠ કલાક સુધી કડક પૂછપરછ કરવામાં આવી હતી. કરૂણેશ રોયલ પાટીદાર ગ્રુપનો સ્થાપક છે. છેલ્લા કેટલાક સમયથી તેની સામે ગંભીર ફરિયાદો ઉઠી હતી. જેથી પોલીસે સંજ્ઞાન લઈને તેની ભવિષ્યમાં પણ પૂછપરછ કરશે અને તેની તપાસ કરશે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *