ભાવનગર(Bhavnagar): સુરત(Surat) શહેરને ડાયમંડ સિટી(Diamond City) તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં સુરત પ્રથમ નંબરે આવે છે, જયારે ભાવનગર બીજા નંબરે આવે છે. સુરતની જેમ જ ભાવનગરમાં પણ અનેક હીરાના કારખાનાઓમાં કામ કરીને રત્ન કલાકારો રોજગારી(Employment) મેળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. જેમાંથી ભાવનગરના હીરા ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી.
આ મહામારી બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી, પરંતુ હવે ફરી રશિયા અને યુક્રેનના વિવાદને કારણે વિદેશમાંથી આવતા કાચા હીરાની રફ આવવાનું બંધ થઈ ગયું હતું. જેને પગલે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડે છે. તેથી ખર્ચમાં પણ વધારો થાય છે. જેના કારણે રત્ન કલાકારોને પગાર આપવાનું મુશ્કેલ પડી ગયું છે.
મંદીના સમયમાં હીરાના કારીગરો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ છે. હીરાના વેપારીઓ સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે. સુરતની જેમ જ ભાવનગર શહેર અને જિલ્લામાં મોટા ભાગના લોકો હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ હીરાના કારખાનાઓમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી પોતાની રોજગારી મેળવે છે.
આ સિવાય હીરા ઘસવાની કામગીરીમાં ભાવનગર જિલ્લાના અને ગામડાઓમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હીરા બનાવવાની કામગીરી કરી હીરામાંથી કમાણી કરે છે. આ સાથે જ ભાવનગર જીલ્લો શીપ બ્રેકિંગ ઉદ્યોગને લઈને પણ મોટી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ પર મંદીના વાદળ ઘેરાયા છે. હીરાની લે-વેચ માટે ભાવનગર શહેરમાં મોટી હીરા બજાર પણ આવેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.