Information Robot in Vibant: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024ની આજથી શરૂઆત થઇ છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસ દરમિયાન વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ વિશેની માહિતી અને ક્યાં સ્થળ પર ક્યાં કાર્યક્રમ કે સેમિનાર યોજાઇ રહ્યો છે તેની જાણકારી માટે રોબોટ મુકવામાં આવ્યા છે. કુલ એઆઇ ટેમી પોર્ટ નામની ટેકનોલોજી મદદથી મુલાકાતીઓ કાર્યક્રમ અને સેમિનારની માહિતી મેળવી રહ્યા છે.આ રોબોટની ખાસ વાત એ છે કે, આ રોબોટ( Information Robot in Vibant ) “જય શ્રી રામ”પણ બોલે છે એટલા માટે આ રોબોટ આ સમિટમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ગાઈડ સેમિનારનું કામ કરે છે આ રોબોટ
આ રોબોટ સેમિનારની માહિતી ઉપરાંત ગાઇડનું પણ કામ કરે છે. મહાત્મા મંદિર ખાતે અલગ અલગ હોલમાં યોજાનાર સેમિનાર, સેમિનારનો વિષય, સેમિનારમાં વક્તા વિશેની માહિતી આ ઉપરાંત સેમિનાર ક્યાં હોલમાં યોજાઇ રહ્યો છે તેની માહિતી રોબોટ પુરી પાડે છે. આ ઉપરાંત આ રોબોટ માનવની જેમ ગાઇડ તરીકેનું કામ કરે છે. એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ રોબોટ કરી રહ્યુ છે.
ગુજરાતની કંપનીએ આ રોબોટ બનાવ્યું
કંપનીના આ રોબોટનું નામ ડેસર છે. આ રોબોટ તમામ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે. આ ગુજરાતની કંપનીએ બનાવ્યું છે. હાલમાં સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. ત્યારે આ રોબોટમાંથી એક રોબોટ જય શ્રી રામ પણ બોલે છે.
દરેક રોબોટમાં અલગ અલગ સેક્ટરની માહિતી
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત અલગ અલગ સેક્ટરમાં વિવિધ પ્રકારના નવા આયોજનો અને પહેલ કરવામાં આવી રહી છે. મહાત્મા મંદિર એક્ઝિબિશન હોલની બહાર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં જેટલા પણ નવા આયોજનો અને પ્રોજેક્ટ છે તે અંગેની માહિતી દર્શાવતો રોબોટ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની નદીઓ જેવી કે સાબરમતી, નર્મદા, મહી, સરસ્વતી એમ કુલ પાંચ જેટલી નદીઓના નામ ઉપર આ રોબોટ મૂકવામાં આવ્યો છે. દરેક રોબોટમાં અલગ અલગ સેક્ટરની માહિતી આપવામાં આવી છે.
સેલ્ફી લેશો તો પોતાના ઇ-મેલ પર મળી જશે
ઇન્ફોર્મેશન રોબોટની સાથે આ એક સેલ્ફી રોબોટ્સ પણ કહેવામાં આવ્યું છે. આ રોબોટ્સમાં ઇન્ફોર્મેશનની સાથે લોકો સેલ્ફી પણ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા સાથેની આ સેલ્ફી લોકો લઈ અને ત્યારબાદ તેમનો ઇ-મેલ આઇડી અંદર આપશે જેથી તેઓને પોતાના ઈ-મેલ ઉપર સેલ્ફી મળી જશે. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકો ઇન્ફોર્મેશન રોબોટ્સમાંથી માહિતી મેળવી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube