સુરત(Surat): શહેરના ઉમરા(Umra) વિસ્તારમાં ઘોડદોડ રોડ(Ghoddod road)ની આચમન સોસાયટીમાં શ્વાન લઈને નીકળેલા 12 વર્ષના માસુમ બાળકને વગર વાંકે એક સ્થાનિકે માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટના મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી.
View this post on Instagram
વિરદેવસિંહ નામના વ્યક્તિએ બાળકનો હાથ મચડીને માર મારવામાં આવ્યો હતો. વિરદેવસિંહ નામના વ્યકિતએ ગલી માં કૂતરા ને લઈ કેમ ફરે છે એમ કહીને માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના અંગે ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી. સોસાયટીમાં રહેતા અને બાળકને મારી રહેલો વ્યકિત વિરદેવસિંહ નવલસિંહ સરવૈયા (ઉ.વ 40)ને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે જણાવતા કહ્યું છે કે, સોસાયટીમાં નાના બાળકો રમી રહ્યા હતા. જેથી વિરદેવસિંહએ તે બાળકોને રમવા માટે ના પાડી હતી. આથી ગુસ્સામાં તેણે શ્વાન લઈને આવેલા એક 11 વર્ષના બાળકને વગર વાંકે કાન પકડીને જમીન પર પાડી દઈને માર માર્યો હતો. બાળકને મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઉમરા પોલીસે મોડીરાતે વિરદેવસિંહ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને છોડી મુકવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.