ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ પતિ એ ચપ્પાના ઘા મારીને પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ દરમિયાન જવા મળ્યું કે, પત્ની સારવાર માટે વિદેશ પરત જવાની જીદ કરતી હતી.
આ કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. અને પતિએ ઝઘડાથી કંટાળીને હત્યા કરી નાખી હતી. વહેલી સવારે બંને વચ્ચે ઝઘડો થયો. ત્યારે વૃદ્ધ પતી ખૂબ જ ઉશ્કેરાઈ ગયા અને એટલા આવેશમાં આવી ગયા કે આખી જિંદગી જેની સાથે કાઢી હતી તેનો જ જીવ લઇ લીધો.
વૃદ્ધ પતિએ ગુસ્સામાં પોતાની જીવનસંગિનીને 20 મિનિટ સુધી ઉપરાછાપરી 12 જેટલા છરીના ઘા માર્યા હતા. પત્નીના મૃત્યુ થયા બાદ પોતે પણ છરીના ઘા મારી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસ અને ફાયરબ્રિગેડ સમયસર પહોચી ગયા હતા અને વૃદ્ધ બચી ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધે આપઘાત કર્યા પહેલા એક સુસાઇડનો મેસેજ તેની ભત્રીજાને કર્યો હતો. 73 વર્ષીય કિરણ ભાઉ અને તેમનાં પત્ની ઉષાબેન 3 મહિના પહેલા જ ઓર્કિડ એક્ઝોટિકામાં રહેવા માટે આવ્યા હતા. આ દંપતી 1 વર્ષ પહેલા અમેરિકાથી પરત આવ્યા હતા. ઉષાબેનને અમદાવાદમાં ઠીક ના લાગતાં અવારનવાર પતિ કિરણભાઈને અમેરિકા પરત જવા માટે કહેતા હતા.
ઉષાબેનને આ અંગે તેમના ભાઈ મધુસૂદન સોનીને પણ વાત કરી હતી. સવારે 6:40એ કિરણભાઈએ તેમના ભત્રીજાને સુસાઇડનો મેસેજ કર્યો હતો. પત્નીને છરીના ઘા મારીને કિરણભાઈએ પોતાને પણ ગળે છરી મારી હતી. દંપતી બંધ ઘરમાં સાતમા માળે લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું.
ભત્રીજાએ સુસાઇડનો મેસેજ જોઇને તરત જ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. થોડીવારમાં જ ફાયરની ટીમ ફ્લેટ પર પહોંચી હતી. દરવાજો અંદરથી બંધ હતો તેથી તોડી નાખ્યો હતો. લોહીથી લથપથ હાલતમાં પતિ-પત્ની પડેલા હતા. પતિને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઉષાબેનના ભાઈ મધુસૂદન સોનીની આ મામલે પોલીસને ફરિયાદના નોધાવી છે. કિરણભાઈ જયારે ભાનમાં આવે ત્યારે વધુ ખુલાસો થઈ શકે છે. પોલીસ કિરણભાઈના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.