સમાજ-સુધારણા માટે નિવૃત DySP એ શરુ કર્યું એવું અભૂતપૂર્વ કાર્ય કે, જાણીને તમને પણ થશે ગર્વ

ખાખી વરદીનું કડક વલણ તમે ઘણીવાર જોયું હશે. ગુસ્સો તથા ગંભીરતાના માહોલમાં પોલીસ અધિકારીઓ સતત એક તાણભર્યું જીવન પસાર કરતાં હોય છે. જ્યારે તેઓ નિવૃત થાય ત્યારે ખુબ ઝડપથી કોઈ પ્રવૃતિઓમાં જોડાઈ જવા માટે મહેનત માંડે છે પરંતુ એક એવા પણ પોલીસ અધિકારી છે કે, જેણે નિવૃતિ બાદનું પોતાનું સંપૂર્ણ જીવન ધર્મ તથા આધ્યાત્મના માર્ગે વાળી દીધું.

DYSP તરીકે નિવૃત થયા પછી હાલમાં તેઓ ભાવિકોને રામકથા તથા શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે. આ પોલીસ અધિકારનું નામ R.B.રાવળ છે કે, જેઓ યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા તથા શિવકથા કરી ચૂક્યા છે.

ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ નાનકડા એક ગામ થામણામાં જન્મેલ તથા કર્મે પોલીસ અધિકારીના જીવનમાં બાળપણમાં જ એક મોટી જવાબદારી આવી પડી હતી. માતા-પિતાની છાયા ગુમાવી દીધા પછી વન મેન આર્મીની જેમ પરિસ્થિતિનો સામનો કર્યો હતો.

આ સમય દરમિયાન સ્વતંત્ર સેનાની બબલદાસ ગામમાં સફાઈ માટે આવતા ત્યારે એમની નજર R.B.રાવળ પર પડી હતી. બબલદાસ મોહરા ગોસ્વામી પટેલ અને રાવળ સમાજના 4 યુવાનોને દત્તક લેવામાં આવ્યા હતાં. જેમાં રામદાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

રામદાસ ગ્રેજ્યુએટ થયા બાદ LLMની ડીગ્રી મેળવી હતી. પોતાના અભ્યાસની સાથે જ ગામમાં રામબાગની સફાઈ કરતા અને જૂના કપડાં પહેરીને પોતાના જીવનની શરૂઆત કરી હતી. ત્યારપછી શિક્ષક તરીકે નોકરી કરી હતી. એક દિવસ બબલદાસ મહેતાએ રામચંદ્રને જણાવ્યું હતું કે, પોલીસની કાયાપલટ કરવા માટે પોલીસમાં જવાનું છે.

આની માટેનું હું ફોર્મ લઈને આવ્યો છું. ત્યારપછી પોલીસની સીધી પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 1977માં રામચંદ્રએ PSI તરીકે ફરજ અદા કરી. એમનું સૌપ્રથમ પોસ્ટિંગ ભાવનગરમાં થયું હતું. ત્યારપછી બબલદાસ તથા જશવંત મહેતાએ DSPને ભલામણ કરીને ભાવનગરથી મહુવા બંદરે લઈ ગયા હતાં.

અહીં તેઓની બગદાણાથી બદલી થતા મોરારીબાપુને મળવા માટે ચાલ્યા ગયા હતાં. આ સમયે બાપુએ કહ્યું હતું કે, આ ખાતું કાગડા જેવું છે. મારે એક કાગડાને રામ બોલતો કરવો છે. રાવળે જણાવ્યું હતું કે, મારે ગુરૂ કરવા છે. બાપુએ જણાવ્યું કે, ગુરૂ કરવા હોય તો ગુરૂપૂર્ણિમાના દિવસે આવજે.

ત્યારપછી હનુમાનજી મહારાજને ગુરૂ માનીને યોગી રામદાસ તરીકેની ઓળખ મળી હતી. ત્યારપછી એમણે પોતાના વતન થામણાથી રામકથા, ભાગવત તથા શિવકથાની શરૂઆત કરી હતી. દિવસે ખાખી પહેરીને ફરજ ભજવતા અને રાત્રે ભગવા પહેરીને કથાનું રસપાન કરાવતા હતાં.

આ વાતની નોંધ રાજ્ય સરકારે લીધી હતી. ત્યારબાદ સાબરમતી જેલમાં કેદીઓ માટે રામકથાનું આયોજન કર્યું હતું. સમગ્ર ગુજરાત તથા તિહાર જેલમાં પણ તેઓ કથા કરી ચૂક્યા છે. એ પણ કોઈ પ્રકારના ચાર્જ વિના. આ સેવાથી પ્રભાવિત થઈને બાપુ પણ એનો ઉલ્લેખ કરી રહ્યા છે.

વર્ષ 2009માં તેમણે અમદાવાદના DYSP તરીકે ફરજ અદા કરી હતી. હાલમાં એમની ઉંમર 67 વર્ષ છે તથા પરિવારમાં એક પત્ની, પુત્ર તથા દીકરી છે. નિવૃત જીવન પસાર કરી રહ્યાં છે પરંતુ એની પાસે કોઈ સંપત્તિ નથી. હાલમાં તેઓ ગાંધીનગરમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *