અમદાવાદમાં 23 વર્ષના યુવકે Instagram પર ફેક આઇડી બનાવીને યુવતી સાથે કર્યું એવું કામ કે… થઈ શર્મસાર

instagram

હાલમાં લોકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ જોવા મળ્યો છે. લોકોમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) નો ક્રેઝ હાલ વધુ જોવા મળ્યો છે. આવામાં અમુક લોકો એવા હોય છે કે જે ફેક આઈડી બનાવીને અન્યને પરેશાન કરતા હોય છે. આ દરમિયાન અહી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયાનો ગેર ઉપયોગ કરીને 23 વર્ષનો વ્યક્તિ એક મહિલાને હેરાન કરે છે.

લોકો સોશીયલ મિડીયાનો ગેર ઉપયોગ કરીને નજીકના સગાને હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે (ahemdabad cyber crime) અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.પુવાર દ્વારા વટવામાં રહેતા એક 23 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ યુવકે યુવતીના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર Ruhi_1422 નામના ફેક આઇડીથી ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલીને સામાન્ય વાતચીત શરુ કરી હતી. ત્યારબાદ તેને બિભસ્ત ફોટો અને મેસેજ મોકલીને પરેશાન કરી હતી. આ અંગે યુવતીએ ફરિયાદ કરતા આઇપી એડ્રેસને આધારે વટવામાં રહેતા અમન સમાસીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા તેની પાસેથી મોબાઇલ અને મેસેજના જરુરી પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રાપ્ત થઈ હતી કે, યુવક ફરિયાદીની માસીના પરિચયમાં હતો અને તેને ઘણા સમયથી ઓળખતો હતો. જોકે ઇન્ટાગ્રામ પર તેની રીક્વેસ્ટ યુવતી સ્વીકારે તે માટે યુવકે ફેક આઇડી બનાવ્યુ હતુ. આ ઘટના અંગે પોલીસનું કહેવુ છે કે, મોટાભાગના કિસ્સામાં નજીકના સગા જ સંડોવાયેલા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *