Brahmaswarup Swami Statement News: સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ હજી ઠંડો પડ્યો હતો ત્યાં ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે.ખોડિયાર માતાજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સાધુએ અંતે માફી માંગી હોવાનું સામે આવી રહ્યું છે.સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર(Brahmaswarup Swami Statement News) માતાજી વિશે વાણી વિલાસ કર્યો ત્યારે પછી હવે તે માફી માંગી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, મારો મતલબ કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો.
શું હતો સમગ્ર મામલો ?
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મ સ્વરૂપે એક વાયરલ વીડિયોમાં કહ્યું છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોવા જોઈએ. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થઈ જાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું છે કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું છે કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે.
તેમણે વધુમાં કહ્યું છે કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું છે કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
વિરોધ થતાં અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું બતાવી કેદ થયા
ખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા હતા. આ નિવેદન પછી બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા પણ આદેશ આપ્યો હતો.
રૂમ આગળ જ સ્વલિખિત નોટિસ લગાવી દેવામાં આવી છે. જેમાં સમાચાર સિવાયની વાત કરનાર ભક્તને જ પ્રવેશ આપવાની પણ કરી વાત લખવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી કંડાળી આશ્રમના ઘનશ્યામ સ્વામીના મોટા ચેલા છે. જેઓ ગુરુને છોડી વડતાલ ધામમાં આવીને વસ્યા હતા. બ્રહ્મસ્વરૂપ સ્વામી પર ચારે બાજુથી ટીકાઓ વરસતા એકાંતવાસમાં તેઓ ગાયબ થઈ ગયા હતા.

- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube