લોટરી(Lottery)માં પૈસા જીતવા એ સપનું સાકાર થવા જેવું લાગે છે. તેમાં પણ જો લોટરીની રકમ ખુબ જ વધારે હોય તો પછી કહેવું જ શું. ઘણા લોકોને લોટરી ટિકિટ પર રૂ. 1000 કરોડથી વધુ જીતવાનો લહાવો પણ મળ્યો છે. ત્યારે હાલ આવા જ એક સમાચાર મળી આવ્યા છે. બ્રિટન(Britain)ના યુરોમિલિયન્સ(EuroMillions)માં ઈતિહાસની સૌથી મોટી લોટરી લાગી છે. જે 195 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં 1874 કરોડ 56.62 લાખ રૂપિયા. આ ઈતિહાસની સૌથી મોટી લોટરી છે.
મળતી માહિતી અનુસાર, યુનાઇટેડ કિંગડમની નેશનલ લોટરીમાં અત્યાર સુધી માત્ર 15 લોકો એવા છે જેમને 100 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે. તેમાંથી માત્ર ત્રણ લોકોએ પોતાની ઓળખ જાહેર કરી છે. આવી સ્થિતિમાં, એ જાણવું રસપ્રદ છે કે કરોડો અને અબજો રૂપિયામાં રહેતા ધનકુબેર બન્યા પછી તેઓ પૈસાનું શું કરે છે?
જાણવા મળ્યું છે કે, યુકેની યુરોમિલિયન્સ લોટરીમાં છેલ્લા રેકોર્ડ જેકપોટની રકમ £184 મિલિયન હતી. દંપતીને મળેલી આ મોટી રકમ ભારતીય ચલણમાં લગભગ 1762 કરોડ રૂપિયા છે. 10 વર્ષ પહેલા વર્ષ 2012માં 148 મિલિયન પાઉન્ડની લોટરી લાગી હતી.
શિક્ષકે જીત્યા 1140 કરોડ:
વર્ષ 2019માં રૂપિયા 1140.08 કરોડથી વધારે 115 મિલિયન પાઉન્ડની જેકપોટ લોટરી જીતવા વાળા ફ્રાંસેસ કોનોલી અને તેના પતિ પેટ્રિકે અબજો રૂપિયા જીત્યા પછી વૈભવી જીવન જીવવાનું નક્કી કર્યું ન હતું. ફ્રાંસેસ કોનોલી ભૂતપૂર્વ સામાજિક કાર્યકર અને શિક્ષક છે. ફ્રાંસેસ કોનોલી અને તેના પતિ પેટ્રિકે જેમણે 2019માં નવા વર્ષના દિવસે જ આશરે રૂ. 1140.08 કરોડ જીત્યા હતા તેમાંથી તેમણે ચેરિટી માટે £60 મિલિયનનું દાન કર્યું હતું.
ચેરિટીથી લોકોને ભાવનાત્મક મદદ:
મળતી માહિતી અનુસાર, ઉત્તરી આયરલેન્ડના 55 વર્ષીય શિક્ષક કોનોલીએ ચેરિટી બજેટ શેર કર્યું અને 2032 સુધી દાનની યોજના જણાવી. તેણે કહ્યું કે પતિ પણ આ ચેરિટી માટે સંમત છે.
માતા-પિતાના નામ પર ચેરિટેબલ ટ્રસ્ટ:
લોટરી વિજેતા કોનોલીએ બે ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, એકનું નામ તેની સ્વર્ગસ્થ માતા, કેથલીન ગ્રાહમના નામ પર રાખવામાં આવ્યું છે. હાર્ટલેપુલમાં પીએફસી ટ્રસ્ટની સ્થાપના કરનાર દંપતી અહીં 30 વર્ષથી વધુ સમયથી રહે છે. ફ્રાંસેસ કોનોલી અને તેના પતિ પેટ્રિક ત્રણ પુત્રીઓના માતાપિતા છે. મોટી દીકરીનું નામ કેટરીના છે. બે પુત્રીઓ જુડવા છે ફિયોના અને નતાલી.
1419 કરોડ જીત્યા:
ધ ડેલી મેલે £100 મિલિયનથી વધુ મૂલ્યના યુરોમિલિયન્સ લોટરી વિજેતાઓ વિશે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2012માં એડ્રિયન અને ગિલિયન બેફોર્ડે £148 મિલિયનનો જેકપોટ જીત્યો હતો. એડ્રિયન બેફોર્ડ અને તેની પત્ની ગિલિયન ઇંગ્લેન્ડના સફોકમાં રહે છે. મિસ્ટર અને મિસિસ બેફોર્ડે યુરોમિલિયન્સ ડ્રોમાં 190 મિલિયન યુરો જીત્યા હતા, જે ઓગસ્ટ 2012માં કન્વર્ટ થયા ત્યારે $148 મિલિયનથી વધુ હતા.
જેકપોટ જીત્યા બાદ લગ્ન તૂટ્યા:
આ દંપતીએ તેમની જીત પછી સિનેમા અને બિલિયર્ડ રૂમ સાથે કેમ્બ્રિજશાયરમાં ગ્રેડ-II લિસ્ટેડ પ્રોપર્ટી ખરીદી હતી. પરંતુ તેમના લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા હતા. 1419 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગિલિયન તેના અડધા ભાગ સાથે સ્કોટલેન્ડ પરત ફર્યા, જ્યાં તેણે પ્રોપર્ટી કંપની શરૂ કરી. તે પછી તેણે ફરીથી લગ્ન કર્યા. તેણે તેના બીજા પતિ સાથે ત્રીજા બાળકને જન્મ આપ્યો. બેફોર્ડ ગ્રેડ 2 ની સૂચિબદ્ધ મિલકતમાં રહ્યો પરંતુ નિષ્ફળ સંબંધો પછી મિલકત વેચી દીધી અને બાળકોની નજીક રહેવા માટે ઉત્તર ઇંગ્લેન્ડમાં સ્થળાંતર કર્યું હતું.
લોટરી જીતેલી રકમ પરિવાર સાથે શેર કરશે:
આ દંપતીએ લોટરીની રકમ વિશે જણાવ્યું હતું કે, જીતેલી રકમ વિસ્તૃત પરિવાર સાથે વહેંચવામાં આવશે. મિસ્ટર થ્વાઇટની પ્રથમ પત્નીએ જણાવ્યું કે, લોટરીમાં જેકપોટ જીત્યાના સમાચાર સાંભળ્યા પછી તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. થોડાક સમય પેહલા સુધી જે ચાર બેડરૂમના મકાનમાં રહેતા હતા, તેમની પ્રાથમિકતા તરીકે તેમનો પોતાનો વ્યવસાય હતો, પરંતુ યુરોમિલિયન્સ લોટરી પછી તેઓએ સ્વીકાર્યું કે તેમના બંને બાળકો હંમેશા વિમાનમાં જવાની વાત કરે છે.
જેકપોટ મળ્યા બાદ 38 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો:
આ સિવાય વધુ એક દંપત્તિને લોટરી લાગી હતી. જેમાં 62 વર્ષીય મિસ્ટર અને મિસિસ વિયરના લગ્નને 38 વર્ષ થયા હતા. અહેવાલ મુજબ, 2019માં તેમના મૃત્યુ પહેલા બંને લગભગ એક વર્ષ સુધી અલગ રહેતા હતા. તેઓને બે બાળકો હતા, કાર્લી અને જેમી. મિસ્ટર વીરે ફૂટબોલ પ્રત્યેના પ્રેમને કારણે જૈગ્સને થિસ્લ વીયર યુથ એકેડેમીની સ્થાપના કરવામાં પણ મદદ કરી. વિયર એસટીવીના ભૂતપૂર્વ કેમેરામેન હતા. યુરોમિલિયન્સ લોટરીમાં £1,61,653,000 જીત્યા બાદ વિયર સ્કોટલેન્ડમાં 22મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.