સુરત માં જડ્પાયું ઇન્ટરનેશનલ મોબાઈલ ચોરી નું રેકેટ: જાણો કેટલા મોબાઈલ જડ્પાયા

સુરતની અઠવા પોલીસે મોબાઈલ ચોરીનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ એક યુવકની ધરપકડ કરી તેની પાસેથી 13 આઈફોન સહિત 92 મોબાઈલ અને એક લેપટોપ…

સુરતની અઠવા પોલીસે મોબાઈલ ચોરીનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ એક યુવકની ધરપકડ કરી તેની પાસેથી 13 આઈફોન સહિત 92 મોબાઈલ અને એક લેપટોપ કબજે કર્યું છે. પૂછપરછમાં યુવકે ચોરી કરેલા મોબાઈલની ખરીદી કરી દુબઈમાં વેચતો હોવાની કબૂલાત કરી છે.

અઠવા પોલીસ સ્ટેશન વિસ્તાર માં સૌથી મોટું મોબાઈલ બજાર આવ્યુ છે જોકે આ બજાર ને સુરત માં ચોર બજાર અથવા નકલી મોબાઈલ વેચવાનું સૌથી મોટું સેન્ટર કહેવામાં આવે છે ત્યારે પોલીસ ની બાતમી મળી હતી કે ગોપીપુરા વિસ્તાર માં આવેલ મુલેરિ એપાર્ટમેન્ટ માં ગ્રાઉડ ફ્લોર પર વલ્ડ ટ્રાવેલ્સ નામનું બોર્ડ મારેલ છે આ ઓફિસમાં કરતા ઈસમ અને મલિક ચોરીના મોબાઈલ ખરીદી કરી અહમદ નૂર ઉનવાલા નામનાયુવક ને વેચવા આપી જાય છે.

જોકે આ ઈસમ ની વિગત મેળવી પોલીસ આ મામલે રેડ કરી આ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી ચોરી કરેલા 3.37 લાખના 92 મોબાઈલ અને એક લેપટચોપ મળી આવ્યું હતું.પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

જોકે પકડાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા જે વિગત બહાર આવી હતી તે જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી આરોપી સુરતમાં થયેલા ચોરીના મોબાઈલ સસ્તા ભાવે ખરીદી કરી ભારત બહાર વેચવા માટે જતો હતો, ચોરી કરેલા મોબાઈલ ગુજરાતના બોટાદ અને દુબઈ ખાતે વેચી આવતો હતો. વધુ પૂછપરછમાં બીજા મોટા ખુલાસા થાય તેવી શકયતા જોવાઈ રહી છે. પોલીસે વધુ તપાસ શરુ કરી છે અને વધુ તપાસ માં અનેક નવા ગટસ્ફોટ થાય તેવી આશકા વ્યક્ત કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *