સુરતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં થશે રાજ્યકક્ષાના યોગદિનની ઉજવણી- દેશભરમાં આપશે ‘ફીટ ઇન્ડિયા’નો સંદેશ

Yoga in presence of CM Bhupendrabhai Patel in Surat: સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના યોગદિનની ઉજવણી થશે, તારીખ 21મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરતના વેસુ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સવા લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઈ વિશ્વ વિક્રમ સર્જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ રાજ્યકક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, હર્ષ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. સુરતમાં સવારે તારીખ 21મી જૂનએ સવારે 6:00 થી 8:00 દરમિયાન યોગપ્રેમીઓના સામૂહિક યોગથી ઈતિહાસ રચાશે.

યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યકક્ષાની યોગદિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા સજ્જ બન્યું છે અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શનમાં વાય જંક્શન ખાતે યોજાનારા રાજ્યસ્તરીય યોગ દિવસની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

શહેરના મગદલ્લા પાસેના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી ૧૨ કિ.મી.સુધીના રસ્તા ઉપર સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધી નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૨૫ જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે, જ્યાં અંદાજે ૧.૨૫ લાખ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.

જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મનપા દ્વારા કાર્યક્રમ સ્થળે કોમન યોગ પ્રોટોકોલને લગતી આનુશાંગિક વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈવ સ્ક્રીન અંગેની સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યોગમાં જોડાનાર નાગરિકોના હાથ પર ક્યુ-આર કોડ સાથેની રિસ્ટબેન્ડ બાંધવામાં આવશે.

સુરતવાસીઓ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા આતુર છે, ત્યારે સુરત તા.૨૧મીએ યોગમય બનશે. સુરતવાસીઓ સાથે મળી યોગસાધનાથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન સાથે રાજ્ય તેમજ દેશને યોગના માધ્યમથી ‘ફીટ ઇન્ડિયા’નો સંદેશ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *