ગુજરાત(Gujarat): આખા રાજ્યને હચમચાવી દે તેવી ઘટના ગ્રીષ્મા મર્ડર કેસ(Grishma Murder Case)માં ગણતરીના દિવસોમાં જ 2500 પાનાની ચાર્જસીટ પણ ફેનિલ પકડાયાના ચારથી છ દીવસમાં જ કોર્ટ સમક્ષ રજુ કરી દેવામાં આવી છે. ગ્રીષ્મા મર્ડર કેસ ખુબ જ સંવેદનશીલ હતો એટલે તેમાં આરોપી પકડાઈ જાય અને ચાર્જસીટ રજુ થઈ જાય તેટલુ માત્ર જ નહી પરંતુ પોલીસની ટીમે પુરાવાઓ પણ ગણતરીના સમયમાં એટલા મજબુત એકઠા કર્યા છે કે, સમાજમાં આવી ઘટનાઓને અંજામ આપે અઠવા તો સમાજમાં આવું કૃત્ય આચરે પહેલા માણસ અનેકવાર વિચાર કરે તેવી કડક સજા આરોપીને આપવામાં આવે. સુરત(Surat)ના કામરેજ(Kamarej)ના પાસોદરા(Pasodra) ખાતે ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekariya)ની હત્યા મામલે ફેનીલ ગોયાણી(Fenil Goyani) સામે પોલીસ કોર્ટમાં ૨૫૦૦થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ૧૯૦ સાક્ષીઓ, ૨૭ પ્રત્યક્ષદર્શીઓ, ૨૫ પંચનામાં, ફેનિલના મોબાઈલમાંથી પુરાવા, એફએસએલ રિપોર્ટની ઓડિયો ક્લિપ અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે રવિવારે રેન્જ આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક યોજાઈ હતી.
આ સમગ્ર મામલે કચ્છ માટે ગૌરવની વાત છે કે ગ્રીષ્મા હત્યાકાંડની ઊંડી અસર જોઈને ગુજરાત સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગંભીરતા સમજી અને સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના સીધા નેતૃત્વ હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. મુળ કચ્છના નખત્રાણા તાલુકાના તરા મંજલ ગામના વતની અને ભુજ સમીપેના માધાપર ગામે જેઓ જન્મ્યા છે તેવા ડાંગ-આહવા જિલ્લામાં હાલ સમયે એસપી પદે સેવારત રહેલા જાડેજા રવિન્દ્રસિંહ સુરેન્દ્રસિંહના નેતૃત્વમાં ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી.
સમગ્ર કેસના ઘટનાક્રમ વિશે રવિન્દ્રસીહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના ચોક્કસ અને સીધા માર્ગદર્શનથી અમારી સીટની ટીમને સક્ષમ કરવામાં આવી છે. અન્ય ઘણા સહયોગીઓની ઝડપી મદદથી આટલા ઓછા સમયમાં ચાર્જશીટ પૂર્ણ થઇ છે. જાડેજાએ જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ, રચાયેલી બેઠક પર બે ડીવાયએસપી, એક ડાયરેક્ટ (આઈપીએસ) પ્રોબેશનર એએસપી, છ પીઆઈ અને છ પીએસઆઈની સંગઠિત ટીમ બનાવવામાં આવી હતી. જ્યારે ટીમની રચના કરવામાં આવી ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે ટેકનિકલ અને ફોરેન્સિક તપાસની સાથે સમાંતર વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં સાક્ષીઓને પણ કોઈ ફરિયાદ નથી કારણ કે આ એક માનવતાને સ્પર્શતો સંવેદનશીલ મુદ્દો છે. તપાસ દરમિયાન પણ યોગ્ય કાળજી રાખવામાં આવી હતી અને મોટાભાગના સાક્ષીઓને તેઓ જ્યાં હતા ત્યાં તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા અને નિવેદનો માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવાને બદલે તેઓ જયાં હતા ત્યા તેમના ઘરે જઈ નિવેદનો લેવામાં આવ્યા હતા. જાડેજાએ આ તબક્કે ખૂબ જ સરસ કહ્યું કે ગુનેગારો અને ઓફેન્સ કરનારાઓએ પોલીસથી ડરવાની જરૂર છે. સામાન્ય લોકો અને કાયદાનું પાલન કરનારાઓને ડરવાની જરૂર નથી. પોલીસ તેમની મિત્ર છે. તેમણે કહ્યું કે તેમની આખી પોલીસ ટીમ આ કેસમાં ચાર્જશીટમાં વ્યસ્ત છે પરંતુ ફોરેન્સિક સાયન્સ, એફએસએલ નિષ્ણાતો, રેવેન્યુ વિભાગ, સિવિલ સર્જન અને અન્યોના ત્વરિત સહકાર અને મદદથી મજબુત પુરાવાઓ સાથે ચાર્જસીટ રજુ કરાઈ છે.
જાડેજાએ જણાવ્યું હતું કે, આ કેસમાં માત્ર આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ કરવામાં આવ્યું નથી, પરંતુ સંક્ષિપ્ત રીતે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે જેથી ટ્રાયલ શરૂ થાય ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા થાય જેથી સમાજમાં એક મજબુત દાખલો બેસ. ઉલ્લેખનીય છે કે રવિન્દ્રસિંહ જાડેજાના દાદા પણ ૧૯૮૩માં પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ પદેથી નિવૃત થયા છે. આ જ કારણ છે કે રવિન્દ્ર સિંહ પોતે વર્ષ 2000માં ગાંધીનગરમાંથી ધો.૧૧ અને ૧ર ભુજની વીડી હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા બાદ કેમીકલ એન્જીનીયરીંગની ડીગ્રી ગાંધીનગરથી વર્ષ ર૦૦૦માં પાસઆઉટ થયા હતા અને ત્યારપછી દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં આઠથી નવ વર્ષ સુધી પંજાબ નેશનલ બેંકમાં ડાયરેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ 2010માં તેણે GPSC ક્રેક કરી અને સીધા DYSP તરીકે પોલીસ ફોર્સમાં જોડાયા. તેઓ ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ બાદ તબક્કાવાર પ્રમોશન મેળવીને હવે ડાંગ-આહવાના એસપી તરીકે સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમણે ગ્રીષ્મા હત્યાકાંડમાં પાંડિયનના સીધા માર્ગદર્શન હેઠળ સીટની રચના હાથ ધરી હતી અને આ કેસમાં યશસ્વી કામગીરી કરીને માત્ર કચ્છનું ખમીર જ નહીં પરંતુ કચ્છનું ગૌરવ પણ દેખાઈ રહ્યું છે.
ચાર્જશીટ તૈયાર કરનાર અધિકારીઓ:
1. બી. કે. વનાર સાહેબ(DYSP, કામરેજ કે જેમણે આખા કેસનુ સુપરવિઝન કર્યું), 2. વિશાખા જૈન સાહેબ(ASP, તપાસ ટીમ ના સભ્યશ્રી), 3. એમ. એમ. ગિલાતર સાહેબ (કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી, તપાસ અધિકારીશ્રી), 4. જે. ડી. વાઘેલા સાહેબ(પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી, કોસંબા), 5. ભટોલ સાહેબ(પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી, સુરત ગ્રામ્ય), 6. એચ. બી. ગોહિલ સાહેબ(પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી, એસ. ઓ. જી. સુરત ગ્રામ્ય), 7. બી. વી. બારડ સાહેબ(પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી, એસ. ઓ. જી. વલસાડ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.