સુરતમાં આ જગ્યાએ ફરી ફાટી નીકળી વિકરાળ આગ- જુઓ ભયંકર આગના એક્સક્લુઝિવ દ્રશ્યો

સુરત(Surat): શહેરમાં આગની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. સુરત શહેરના બે દિવસ અગાઉ અડાજણ(Adajan) નજીક આવેલ રિવરફ્રન્ટ(Riverfront) પર આગ લાગી હતી. ત્યાજ ફરી…

સુરત(Surat): શહેરમાં આગની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. સુરત શહેરના બે દિવસ અગાઉ અડાજણ(Adajan) નજીક આવેલ રિવરફ્રન્ટ(Riverfront) પર આગ લાગી હતી. ત્યાજ ફરી એક વાર વિકરાળ આગ(Ferocious fire) ફાટી નીકળતા લોકોના ભયનો માહોલ સર્જાઈ ગયો છે. રિવરફ્રન્ટમાં રહેલ ડોમમાં અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે આગના ગોટેગોટા ઠેર ઠેર સુધી જોવા મળી રહ્યા છે. આ ઘટના અંગેની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક જ ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા પણ આ જ જગ્યા પર આગની ઘટના બની હતી.

હાલમાં તો ઘટના સ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ આગની ઘટનાને લઈને કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. પરંતુ હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ બુજાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *