રાજકોટ(ગુજરાત): રાજકોટમાં પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું છે. ગઇકાલે રાજકોટમાં 4 ઇંચ વરસાદ પડવાને કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા અને કેટલીક જગ્યાએ રસ્તાનું ધોવાણ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગઇકાલે શરુ વરસાદમાં ગોકુલનગર વિસ્તારમાં રસ્તા પણ પાણી ભરાયેલા હોવાથી રસ્તા પર પડેલા ખાડા નજરે ન ચડતા વાહન ચાલકો વાહન પરથી પડી જતા હતા. જેના CCTV ફૂટેજ પણ જોવા મળ્યા છે. જેમાં એક વ્યક્તિનો માંડ માંડ જીવ બચ્યો હતો. લોકોના જીવ જોખમમાં મૂકાય રહ્યાં છે ત્યારે મનપા કમિશનર અને મેયર કોઇ કાર્યવાહી કરશે કે નહિ હવે તે જોવાનું બાકી રહેશે.
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટના વોર્ડ નંબર 12 અને 13 નજીક ગોકુલનગર વિસ્તારમાં અંદરના ભાગે રસ્તા પર ગટર નજીક યોગ્ય કામ થયું નથી. જેમાં ભ્રષ્ટાચારના કારણે રસ્તા પર ખાડા પડી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચોમાસા દરમિયાન વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમાંય રસ્તા પર પડેલા ખાડામાં ચાલુ વાહને વાહનચાલકો નીચે પડી જાય છે.
સીસીટીવી ફૂટેજમાં તમે જોઇ શકો છો કે, ગઇકાલે સાંજે વરસાદ શરૂ હતો ત્યારે ગટરની બાજુમાં ખાડાના કારણે અનેક રાહદારીઓ અને વાહનચાલકો ખાડામાં ખાબક્યા હતા. એક ઘટનામાં તો છકડો રિક્ષા પસાર થાય છે અને ખાડો આવતા પાછળ બેસેલા વ્યક્તિ નીચે પડી ગયો.
રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં શનિવારે 1 થી 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો ગોંડલમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને હજુ કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.