હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત લોકોના કેસ પણ સતત વધતાં જાય છે. તમામ વ્યવસાયો પણ અત્યારે પડી ભાંગ્યા છે. ત્યારે આવાં સમયમાં IPL ને લઈને એક મોટાં સમાચાર આવી રહ્યાં છે.
કોરોનાના કાળની વચ્ચે વિશ્વની પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંની એક ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ના આયોજનને લઈને છેલ્લા થોડાં સમયથી મૂંઝવણ પણ યથાવત રહેલી છે. પણ હવે એશિયા કપ અને T-20 વર્લ્ડ કપના રદ થયા પછી IPLના આયોજનને માટે માર્ગ ચોખ્ખો થયો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે હવે IPLને લઈને વધુ એક મોટા સમાચાર આવ્યા છે.
એશિયા કપ અને T-20 વર્લ્ડ કપ રદ થતાંની સાથે જ IPLની માટે દરવાજો ખુલ્યા પછી હવે ફેન્સના મનમાં એ સવાલ છે, કે IPLનું આયોજન ક્યારે અને ક્યાં કરવામાં આવશે? પણ હવે આ અંગે એક મોટા સમાચાર આવ્યા છે. મુદ્દાની સાથે સંકળાયેલ સૂત્રો અનુસાર IPL 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી જ થઈ શકે છે. પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું, કે આ ટુર્નામેન્ટ 26 સપ્ટેમ્બરથી શરૂઆત થશે. પણ હવેથી આ ટુર્નામેન્ટને એક સપ્તાહ પહેલા શરૂઆત કરવામાં આવી શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર IPL 2020ના મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂઆત થઈ શકે છે. ભારતમાં આ મેચ 8 વાગ્યાથી શરૂઆત થાય એવી શક્યતા છે. આ વખતે IPL એ UAEમાં આયોજીત થશે એવા અહેવાલ છે. જેને લીધે સમયમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
આપને જણાવી દઈએ, કે તાજેતરમાં IPL ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે એક ઇન્ટરવ્યૂમાં જણાવતાં કહ્યું હતું, કે આ વખતે IPL ભારતની બહાર UAEમાં આયોજિત કરવામાં આવશે. ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
તેમણે આગળ જણાવ્યું હતું, કે આ મામલે આગામી સપ્તાહમાં IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. જેમાં ટુર્નામેન્ટની તારીખ, શેડ્યૂલ અને બીજાં જરૂરી મુદ્દાઓ પર પણ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, આ અગાઉ ભારત સરકારની મંજૂરી લેવી પણ જરૂરી છે. એવું પણ તેમણે જણાવતાં કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.