IPL-2020 માં ચેન્નઈ સુપરકિંગ્સ ટીમનું પ્રદર્શન ખુબ ખાસ રહ્યું નથી. ચેન્નઈની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નઈનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો જાદુ આ વખતે જોવા મળ્યો નથી. તે બેટ વડે પણ ધમાલ મચાવી શક્યો નથી. જો કે, એમ છતાં આઈપીએલમાં ધોનીનું નામ છવાયેલું હોય છે.
તમામ મેચમાં અન્ય ટીમના ખેલાડી ધોનીની પાસે જઈને એની પાસે ઓટોગ્રાફ તથા એની જર્સી માંગતા જોવા મળતાં હોય છે. આ દરમિયાન ભારતના પૂર્વ બેટિંગ કોચ તથા પૂર્વ ક્રિકેટર સંજય બાંગરે ધોની પર મોટી વાત કરી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર IPL-2020 ની સાથે જોડાયેલ એક કાર્યક્રમમાં સંજય બાંગરેએ જણાવતાં કહ્યું હતું કે, ધોની આ દેશમાં ખુબ મોટું નામ રહેલું છે.
ચેન્નઈ સુપરકિંગ્સના ચાહકો એને ખુબ માને છે. જે રીતે તમિલનાડુમાં રજનીકાંત તથા જયલલિતાની દિવાનગી રહી છે એવું જ કઈ ધોની માટે પણ છે. બાંગરેએ જણાવતાં કહ્યું હતું કે, કેટલાક વર્ષોમાં ધોનીનું મંદિર પણ બની જાય તો મને એમાં કોઈ આશ્ચર્ચચકિત નહીં થાય. ધોની પહેલા સચિન તેંડુલકરની સાથે પણ આવુ બન્યું છે.
ભારતીય પ્રશંસકો સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન માની રહ્યાં છે. હવે ધોની માટે પણ આવી દિવાનગી છે. ધોનીએ પોતાની કારકિર્દીમાં ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. જેના વિશે કોઈ ખેલાડી વિચારી પણ શકે નહીં. ધોનીએ ટીમ ઇન્ડિયાને T-20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી છે. ટીમને ટેસ્ટમાં નંબર વન પણ બનાવી છે. IPLમાં ધોનીએ ટીમને કુલ 3 વાર ચેમ્પિયન બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle