વિરાટ કોહલીને ગુસ્સો કરોવો પડી ગયો મોંઘો, ગઈ મેચમાં ભાન ભૂલીને કરી બેઠો આ ભૂલ અને… -જુઓ વિડીયો

ગઈ કાલે એટલે કે તારીખ 14 એપ્રિલના રોજ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને મોટો ફટકો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના…

ગઈ કાલે એટલે કે તારીખ 14 એપ્રિલના રોજ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને મોટો ફટકો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન વિરાટ કોહલીને આઈપીએલની આચારસંહિતા ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં આઉટ થયા બાદ વિરાટ કોહલી ખૂબ ગુસ્સમાં દેખાયો હતો. મેચ રેફરી વી.નારાયણ કુટ્ટીએ વિરાટ કોહલીની ટીકા કરી હતી.

કોહલીને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1 નો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ ક્રિકેટ સાધનો સિવાય મેદાનના ઉપકરણોને નુકસાન કરવાની વાતો આવે છે. કોહલીએ 29 બોલમાં 33 રન બનાવ્યા, જોકે તે તેના હાલના ફોર્મ પ્રમાણે રમી શક્યો નહોતો. તેમ છતાં ટીમવર્કના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 6 રને જીતી લીધી હતી.

આઈપીએલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘કોહલીએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1 ગુનાની કબૂલાત કરી છે. આ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને સર્વસામાન્ય માનવામાં આવે છે. હૈદરાબાદ સામેની મેચમાં વિરાટ કોહલી માત્ર 33 રન બનાવી શક્યો હતો. કોહલીને વિજય શંકરના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની ઇનિંગ્સ ખૂબ ધીમી રહી હતી. તેની ઇનિંગ્સમાં તેણે 29 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. મેદાનની બહાર જતા સમયે કોહલી ખૂબ ગુસ્સે દેખાઈ રહ્યો હતો. વિરાટ કોહલીએ બહાર જતા જતા ખુરશીને જોરથી બેટ ફટકાર્યું હતું. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

વર્ષ 2016 માં રમાયેલી આઈપીએલ દરમિયાન પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ દરમિયાન જોવા મળી હતી. કોલકાતાના તત્કાલીન કેપ્ટન ગૌતમ ગંભીર ગુસ્સમાં ન કરવાનું કરી બેઠા હતા. આ મેચમાં કોલકાતાએ પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. આ મેચ પછી પણ ગંભીર આક્રમક રીતે ડગઆઉટમાં ખુરશીને લાત મારતો જોવા મળ્યો હતો. ત્યારબાદ મેચ રેફરીએ ગંભીરને મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *