ગઈકાલની RR Vs KKR ની મેચમાં જે થયું, તેવું IPL ના ઇતિહાસમાં ક્યારેય નથી થયું- જુઓ વિડીયો

ટી-20 ક્રિકેટમાં એવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે બેટ્સમેન ચાર રન દોડીને લીધા હોય. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સોમવારે રમાયેલી મેચમાં પણ કંઈક આવું…

ટી-20 ક્રિકેટમાં એવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે બેટ્સમેન ચાર રન દોડીને લીધા હોય. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સોમવારે રમાયેલી મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. તે મેચમાં RR ના ઓપનર જોસ બટલર અને દેવદત્ત પડિકલે ચાર રન દોડીને બનાવ્યા હતા. આ ઘટના ઇનિંગની ત્રીજી ઓવર દરમિયાન બની હતી.

તે ઓવરમાં ઉમેશ યાદવનો છેલ્લો બોલ બટલરે પોઈન્ટની દિશામાં રમ્યો હતો. તે પ્રદેશમાં હાજર વેંકટેશ અય્યરે શાનદાર ફિલ્ડિંગ કરી હતી અને ડાઈવિંગ કરીને બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર જતા અટકાવ્યો હતો. જો કે, વેંકટેશ અય્યરનો પ્રયાસ નિરર્થક ગયો કારણ કે, જોસ બટલર અને દેવદત્ત પડિકલ બોલ બાઉન્ડ્રી સુધી પહોંચે તે પહેલા ચાર રન દોડી ગયા હતા.

IPL ના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે બેટ્સમેનોએ ઓવરથ્રો કર્યા વિના ચાર રન બનાવ્યા હોય. આ પહેલા 2017માં ગ્લેન મેક્સવેલ ચાર રન માટે દોડ્યો હતો, પરંતુ આ દરમિયાન તેને ઓવર થ્રોમાં બે રન મળ્યા હતા.

KKRને 218 રનનો ટાર્ગેટ મળ્યો હતો
મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RR એ પાંચ વિકેટે 217 રન બનાવ્યા હતા. બટલરે KKRના બોલરોને જોરદાર પરાજય આપતા 61 બોલમાં 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બટલરે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

બટલર ઉપરાંત સંજુ સેમસને 38 અને શિમરોન હેટમાયરએ અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નારાયણે સૌથી વધુ બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય આન્દ્રે રસેલ, શિવમ માવી અને પેટ કમિન્સને એક-એક સફળતા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *