IPL 2022 એલિમિનેટર હરીફાઈમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે સાંજે એકબીજા સાથે ટકરાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાશે. KL રાહુલની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલ પર બીજા નંબરે રહેવાનું નિશ્ચિત જણાતું હતું. જો કે,પાછલા સમય થી ખરાબ પ્રદશન ને લીધે ત્રીજા નંબર પર ધકેલી દીધી હતી.
લખનૌ ની ત્રણ મેચ બાકી રહેતાં 16 પોઈન્ટ પર પહોંચી ગયું હતું અને તેની પ્લેઓફ ક્વોલિફિકેશન લગભગ કન્ફર્મ કરી લીધું હતું. લખનૌ તેની છેલ્લી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની જીત સાથે 18 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યું પરંતુ નેટ રન રેટના આધારે રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને પાછળ છોડી દેવામાં આવ્યું.
બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઓફ લાયકાતની આશા મુંબઈ ઈન્ડિયન અને દિલ્હી કેપિટલ્સના પરિણામ પર અટકી હતી. અને મુંબઈએ બેંગ્લોર ને નીરાશ ન કર્યું.
LSG vs RCB અગાઉની રમત
મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. જેથી આજે પણ લોકો ને આશા છે કે બેંગ્લોર જીતશે.
ઈડન ગાર્ડન્સ, કોલકાતા (IPL)નો સ્થળ રેકોર્ડ
રમાયેલી કુલ રમતોઃ 78
પ્રથમ બેટિંગ કરનારી ટીમો દ્વારા જીતેલી રમતો: 30
બીજી બેટિંગ કરનારી ટીમો દ્વારા જીતેલી રમતો: 48
અહીં પોસ્ટ કરાયેલ સૌથી વધુ કુલ રેકોર્ડ: 232/2- કોલકાતા નાઈટ રાઈડર્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ, 2019 નો છે.
આ સ્ટેડિયમમાં નોંધાયેલ ન્યૂનતમ કુલ: 49/10 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, 2017છે.